બોટાદ ખાતે ધી પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અંતર્ગત રજીસ્ટર્ડ ડોક્ટરોનો રીઓરીએન્ટેશન વર્કશોપ યોજાયો

    જિલ્લા આરોગ્ય શાખા બોટાદ ધી પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪  અંતર્ગત તાજેતરમાં બોટાદ ખાતે રજીસ્ટર્ડ ડોક્ટરોનો રીઓરીએન્ટેશન વર્કશોપ યોજાયો હતો. જેમાં ડીસ્ટ્રીક્ટ એપ્રોપ્રીએટ ઓથોરીટી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ IAS તથા ડીસ્ટ્રીક્ટ એપ્રોપ્રીએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જે.એસ.કનોરીયા અને  પ્રોગ્રામ ઓફીસર પીએનડીટીસેલ ગાંધીનગર ડો.સંદિપ સુથાર અને લો ઓફીસર એન.એચ.એમ. ગાંધીનગર અરૂણપ્રતાપસિંઘ અને બોટાદ જિલ્લા તળે રજીસ્ટર્ડ તમામ તબીબશ્રીઓ “ધીપીસી એન્ડ પીએનડીટી એક્ટ-૧૯૯૪ રીઓરીએન્ટેશન વર્કશોપમાં  ઉપસ્થિત રહ્યા હતા.

આ વર્કશોપમાં ડીસ્ટ્રીક્ટ એપ્રોપ્રીએટ ઓથોરીટી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ IAS દ્વારા ધી પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અધિનિયમનું પાલન કરવા તથા ગેરકાયદેસર થતી પ્રવૃતિ ન કરવા જણાવ્યું હતું તથા ડીસ્ટ્રીક્ટ એપ્રોપ્રીએટ ઓથોરીટી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જિલ્લામાં સેક્શ રેશીયો વધારવા અને ગેર કાયદેસર થતા ગર્ભપાત અટકાવવા તબીબશ્રીઓ તથા જાહેર જનતાને ખાનગી માહિતી આપવા અપિલ કરવામાં તેમજ ગર્ભ ધારણ પહેલા અને પ્રસૃતિ પહેલા (પ્રતિસેધ જાતિ પસંદગી) અધિનિયમ ૧૯૯૪  (The P.C. & P.N.D.T. Act – 1994)તળે રજીસ્ટ્રેશન ધરાવતા અને જાતિ પસંદગી કરતા તબીબો સામે કડક કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી હતી.

 આ કાર્યક્રમમાં લો ઓફીસર એન.એચ.એમ. ગાંધીનગર અરૂણપ્રતાપસિંઘ દ્વારા કાયદાકીય બાબત અન્વયે સરળ ભાષામાં નિભાવવાનું થતુ રેકર્ડ અને લેવાની કાળજી તકેદારી અને કાયદાની જોગવાઇઓ વિશે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમની આભારવિધિ ડો.એસ.એ.સુતરીયા આર.સી.એચ.ઓ.શ્રી બોટાદ દ્વારા આભાર વિધી કરવામાં આવેલ હતી તેમજ સમગ્ર વક્રશોપનું આયોજન ડીસ્ટ્રીક્ટ એપ્રોપ્રીએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જે.એસ.કનોરીયાના સીધા માર્ગદર્શન હેઠળ ડીપીએ પીએનડીટી જયેશ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. 

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *