દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે શ્રી ડૉ. આર. એમ. ચૌહાણની વરણી કરાતાં અભિવાદન સમારંભ યોજાયો

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે શ્રી ડૉ. આર. એમ. ચૌહાણની ગુજરાત સરકારશ્રી દ્વારા નિમણૂંક કરવામાં આવતા તેઓના અભિવાદન સમારંભનું આયોજન સરદારકૃષિનગર ખાતે કોવિડ-૧૯ની ગાઈડલાઇન મુજબ સોશ્યલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટી અધિકારીઓ વિવિધ સંશોધન કેન્દ્રના વડા અને યુનિવર્સિટીના તમામ અધિકારીઓ/કર્મચારી મંડળોના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

        આ અભિવાદન સમારંભમા સંશોધન નિયામકશ્રી ડૉ. આર. એન. સિંગ,કુલસચિવશ્રી ડૉ. કે. કે.પટેલ તથા વેટરનરી કોલેજના આચાયૅશ્રી ડૉ. ડી. વી. જોશી અને વિવિધ મંડળોના પ્રમુખશ્રીઓએ તેમના વકતવ્યમાં ડૉ.  આર. એમ. ચૌહાણની કુલપતિશ્રી તરીકેની વરણીને આવકારી તેમના સફળ નેતૃત્વને કારણે આ યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં આવતા કૃષિ સંશોધન,કૃષિ વિસ્તરણ અને કૃષિ શિક્ષણની પ્રવૃતી વેગવાન બનશે અને આ યુનિવર્સિટી સિદ્ધિના સોપાનો સર કરશે તેવી આશા વ્યક્ત કરેલ હતી. 

        યુનિવર્સિટીનીમહાવિધાલયોના આચાર્યશ્રીઓ વતી ડૉ.એ.યુ.અમીન તથા પોલિટેકનિકસનાઆચાર્યશ્રીઓ વતી ડૉ. એમ.એ. તુવરે તેમના વકતવ્યમાં ડૉ. આર.એમ.ચૌહાણમાં રહેલા વ્યવસ્થાપન અને સફળ નેતૃત્વંના ગુણને લીધે યુનિવર્સિટીની પ્રગતિ થશે તેમ જણાવ્યુ હતું.

        રાઈ-દિવેલા સંશોધન કેન્દ્રના વડા ડૉ.એ.જી.દેસાઇએ જણાવ્યું કે ડૉ.ચૌહાણ સરદારકૃષિનગર ખાતે ખેતીવાડી અધિકારી તરીકે નિમણુંક પામી યુનિવર્સિટીના અધિકારી તરીકે તમામ જગ્યાઓ ઉપર ફરજો બજાવેલ હોવાથી આ યુનિવર્સિટીની સમગ્ર પરિસ્થિતિથી વાકેફ છે તેથી તેમના નેતૃત્વમાં યુનિવર્સિટીની પ્રતિષ્ઠામાં ઉમેરો થશે. 

        કુદરતી સંશોધન અને વ્યવસ્થાપન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. બી. એસ. દેવરાએ તેમના વક્તવ્યમાં ડૉ. ચૌહાણના થરાદ કોલેજના નિર્માણમાં રહેલ યોગદાનને યાદ કરી જણાવ્યું કે આ યુનિવર્સિટી પાસે ઘણા રીસોર્સીશ છે તેનો સદઉપયોગ કરી આ યુનિવર્સિટીના કાર્યોની ભારત તથા વિશ્વ કક્ષાએ નોંધ લેવાશે.

        આ પ્રસંગે ડૉ. આર. એમ. ચૌહાણે તેમના વક્તવ્ય શરૂ કરતાં પહેલા આ ઉચ્ચસ્થાને પહોંચડવામાં ફાળો આપી સંસ્કારોનું સિંચન કરવા બદલ તેમના માતા-પિતા,ગુરૂજનો અને સહપાઠીઓને યાદ કર્યા હતા તથા તેમણે અભ્યાસ કરેલ સ્કુલ,કોલેજના અમૂલ્ય ફાળાની વાત કરી “કૃષિ શિક્ષણ”, “કૃષિ સંશોધન” અને “કૃષિ વિસ્તરણ”નું મહત્વ સમજાવી આ પ્રવૃતિને વેગવાન બનાવવા માટે ગીતાના કર્મના સિધાંતને ધ્યાનમાં રાખી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા આહવાન કર્યુ હતું.

        સીડ ટેક્નોલૉજી વિભાગના સંશોધન વૈજ્ઞાનિકશ્રી ડૉ. પી. ટી.પટેલે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન આઇ.ટી. નિયામકશ્રી ડૉ. હિતેશ બી. પટેલઅને વિધાર્થી કલ્યાણનિયામકશ્રી ડો. કલ્પેશ પી. ઠાકરદ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું તેમજ અન્ય અધિકારી/કર્મચારીઓ તેમજ કૃષિ પરિવાર અને  વિધાર્થીઓ માટે લાઇવ ટેલીકાસ્ટ કરવામાં આવ્યું હતુ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *