
રિપોર્ટ,મયુર પટેલ
રાનકુવા હાઈસ્કૂલમાં નવરાત્રી મહોત્સવ યોજાયો
કુપોષણ યોજના, કન્યા સમૃદ્ધિ યોજના, બેટી બચાવો બેટી પઢાવો અને વસુધૈવ કુટુંબકમ જેવી વિવિધ થીમ પર ગરબા યોજાયા માં જગદંબાની નવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના સાંસ્કૃતિક ધરોહર સમાન ગરબા જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે જેના ભાગરૂપે શ્રી બી. એલ. પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવામાં આચાર્યશ્રી સંજયસિંહ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ અને સાંસ્કૃતિક સમિતિના નેતૃત્વમાં વિદ્યાર્થીઓની ભાગીદારી સાથે સરસ મજાનો ગરબા કોમ્પિટિશન કાર્યક્રમ યોજાયો.શાળાના 9 થી 12 માં ભણતા 1400 જેટલા બાળકોએ ઉત્સાહભેર અને શિસ્તબદ્ધ ગરબામા ભાગ લીધો. શાળાનું વાતાવરણ અને પટાંગણ વિવિધ ટ્રેડિશનલ ડ્રેસ અને બેસ્ટ એક્શન અને ભાવવાહી ગરબાથી શોભી ઉઠ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શક્તિસ્વરૂપા અંબા માતાની આરતી સાથે થઈ. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ ઇનામોની ઘોષણા કરવામાં આવી હતી. બેસ્ટ એક્શન ,બેસ્ટ ડ્રેસના ઈનામ માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના છોકરાઓ અને છોકરીઓમાં અલગ અલગ રીતે આપવામાં આવ્યા હતા. અંતે ચિંતનભાઈ પટેલ ડી.જે.વાળાને રોકડ પુરસ્કાર આપી કાર્યક્રમને શોભાવવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.