અભિનેત્રી કંગનાએ શેર કર્યા બોલ્ડ ફોટો, બિકિની પહરેલો ફોટો જાેઈ ભડક્યા લોકો

બોલિવૂડની પંગા ક્વીન  કંગનાએ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી દીધી છે. સોશિયલ મીડિયા પર પોતાના નિવેદનોના કારણે તે ઘણીવાર ચર્ચામાં રહે છે. તેવામાં આજે તે ચર્ચામાં છે તેણે શેર કરેલા ફોટો માટે. છેલ્લા ઘણા સમયથી સાડી અને સલવાર જેવા કપડામાં જાેવા મળતી કંગના અચાનક બોલ્ડ અવતારમાં જાેવા મળતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. કંગનાએ તેના સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં તે લાલ બિકિનીમાં જાેવા મળી રહી છે. કંગના હાલ મેક્સિકોમાં છે. અહીંના આયલેન્ડ ટુલુમની આ તસવીર છે. અહીં બીચ પર કંગના બિકિનીમાં જાેવા મળી હતી. કંગનાની આ તસવીરને કલાકોમાં જ લાખો લાઈક્સ મળી છે અને તેના પર ફોલોવર્સ કોમેન્ટ પણ કરી રહ્યા છે. જાે કે કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. કેટલાક યૂઝર્સે કંગનાને નકલી ઝાંસીની રાણી કહ્યું છે તો કેટલાકે પુછ્યું છે કે કપડા ક્યાં ગયા ?  આ પોસ્ટ પહેલા કંગનાએ એક પોસ્ટ કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે, તેણે અત્યાર સુધીમાં સાત જ્યોર્તિલિંગના દર્શન કર્યા છે અને ૨૦૨૧માં તે કેદારનાથ જવા ઈચ્છે છે અને ત્યારપછી પૂરી જગન્નાથના દર્શને પણ જવું છે. આ પોસ્ટ બાદ તેણે બોલ્ડ ફોટો શેર કરતાં ટ્રોલર્સ ભડકી રહ્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *