જ્યારે કામ પછી વખાણ સાંભળવા મળે ત્યારે વધારે સારું કામ કરવાં પ્રોત્સાહન મળે : મોડેલ પ્રિતી પટેલ

ફેશન અને સ્ટાઇલ નો વ્યક્તિ સાથે સીધો સંબંધ છે. જો તેની સ્ટાઇલ સેન્સ યોગ્ય નહીં હોય તો તે ગમે તેટલી ફેશન કરી લો, પરંતુ તે શોભી ઉઠતી નથી. મોંઘા કપડાં અને વજનદાર ઘરેણાં વગેરે પહેરી લેવાથી કોઇ સુંદર નથી દેખાતું. તેમાં સુંદર દેખાવા માટે તો શરીરનાં બંધારણની સાથે-સાથે પ્રસંગ અને ઋતુનું પણ ધ્યાન રાખવું પડે છે. આ સંબંધમાં અમદાવાદની ફેશન સ્ટાઇલિસ્ટ મોડેલ પ્રિતી પટેલ જણાવે છે કે, હું છેલ્લાં વર્ષોથી આ ક્ષેત્રમાં કામ કરી રહી છું. ફેશન દર વર્ષે બદલાતી રહે છે. પરંતુ સ્ટાઇલ તો દરેક વ્યકિતની અલગ-અલગ હોય છે અને તે બદલાતી પણ નથી. સ્ટાઇલિંગ માટે વ્યક્તિનાં રંગ અને તેનાં શારીરિક બંધારણ પર વધારે ધ્યાન આપવું પડે છે. પછી ભલે ને પ્લસ સાઇઝ હોય કે થિન. યોગ્ય સ્ટાઇલિંગ દ્વારા વ્યક્તિ ગ્લેમરસ અને આકર્ષક દેખાય છે. જરૂરી નથી કે સુંદર દેખાવા માટે મોંઘા કપડાં પહેરવા પડે. જો તમે સામાન્ય ડ્રેસને પણ તમે સ્ટાઇલનાં હિસાબે પહેર્યા હોય તો તમે સારા દેખાઇ શકો છો. કોઈપણ ડ્રેસને કલર, ફેબ્રિક અને ઉદ્દેશનાં આધારે પહેરવો જોઈએ. એ વાત પણ સમજી લેવી જરૂરી છે કે, સ્ટાઇલને કેવી રીતે જાળવી રાખવી. આ વિશે પ્રિતી પટેલનું માનવું છે કે, કેટલાકમાં મેનર્સ નેચરલી હોય છે. પરંતું, બોડી લેંગ્વેજ યોગ્ય નથી હોતી. આ સ્થિતિમાં તેમને પોતાનાં કાર્યક્ષેત્રમાં આગળ વધવાની તક નથી મળતી. તેમણે વાતચીતની રીત શીખવી જોઈએ. જેથી પોતાના ક્ષેત્રમાં આગળ થઇ શકે. પહેલાં ઇમેજ ને લઇને એટલી જાગૃત નહોતી. પરંતુ, જ્યારે કામ પછી વખાણ સાંભળવા મળે ત્યારે વધારે સારું કામ કરવાં પ્રોત્સાહન મળે છે અને ગાંધીનગરનાં મિલાપ ટાટારિઆએ છેલ્લે જણાવ્યું હતું કે, ફેશન સ્ટાઇલિસ્ટ મોડેલ પ્રિતી પટેલ પોતાની કથાત મહેનત, પરિશ્રમ અને ધગશને કારણે આજે પોતાની નામનાં ધરાવે છે સાથે આજકાલ કેટલીક કંપનીઓ પણ ઇમેજ કંન્સલટંન્ટને હાયર કરે છે અને લોકો સામે પ્રેઝન્ટેબલ દેખાવવાની કળા તમારી ઓળખ બનાવે છે. તેથી સાવચેત રહો, સ્માર્ટ બનો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *