શ્રી મનીશ્વર રાજા ( આ.એફ. એસ. ) મુખ્ય વન સરક્ષક , વર્તુળ , વલસાડ નાં માર્ગદર્શન હેઠળ દક્ષિણ ડાંગ વન વિભાગ માં સમાવિષ્ઠ રેંજ કોટવાલિયા યોજના વઘઈ નાં તાબા હેઠળ ચીચીનાગાવઠા વઘઈ તથા ડુંગરડા ગામે કોટવાલિયા વાસહાતમાં નિશુલ્ક મેડીકલ કેમ્પ જેમાં કોવીડ-૧૯ મહામારી સામે રક્ષણ માટે સેનીટાઈઝર , માસ્ક , કોવીડ-૧૯ ની ચકાસણી તથા આદિમ જૂથના ભાઈઓ અને બહેનોને મફત દવા આપી મેડીકલ કેમ્પ યોજેલ હતો . જેમાં ચીચીનાગાવઠા વસાહત માં ૬૯ , વઘઈ-૫૧ , અને ડુંગરડા -૫૦ એમ કુલ -૧૭૦લોકોનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
૧) શ્રી એન. એમ . પંડયા , દક્ષિણ ડાંગ ( ડી.એફ.ઓ.)
૨) શ્રી જી.એસ.ભોયે , કોટવાલીયા યોજના વઘઈ ( આર. એફ. ઓ.)
૩) શ્રીમતી ગરવિના ગામીત , ઝાવડા પી.એચ.સી. ડોક્ટર ટીમ.
રિપોર્ટ ડાંગ – અમરનાથ જગતાપ
