સોલાર ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ અરવલ્લીના ઉદ્યોગપતિને અમેરિકાની વર્લ્ડ ટેલેન્ટ ઇર્ગેનાઇઝેશન દ્વારા પ્રમાણપત્ર એનાયત

100% લક્ષ્ય હાંસલ કરીને, સૌથી વધુ રેવન્યુ જનરેશન એવોર્ડ સહિતના વધુ 3 એવોર્ડ પણ એનાયત

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસાના મોટી ઇસરોલના રહીશ અને ૨૦૧૦ થી અમદાવાદમાં કઠવાડા જીઆઇડીસી ખાતે કાર્યરત યુરો પ્રિમિયમ સોલાર ઇન્ડિયા પ્રા.લી. સોલાર કંપનીને સોલાર ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે નંબર-૧ એચિવમેન્ટ પ્રાપ્ત કરવા બદલ ગુજરાતનું ગૌરવ વધારતા ઉદ્યોગપતિ. નિખિલ પટેલને અમેરિકાની વર્લ્ડ
ટેલેન્ટ ઇર્ગેનાઇઝેશન દ્વારા બિઝનેસ અચિવર્સ પ્રમાણપત્ર મોટીવેશનલ સ્પીકર, સોનું શર્મા
લીડરશીપ કન્સલ્ટન્સ ,લાઈફ કોચ અને મયંક ભ્રમભટ્ટ (WTO ) દ્વારાએનાયત કરવામાં આવ્યું આ ગૌરવવંતી પળોની ધન્યતા પામવા અને નવોદિત ઉધોગપતિ નિખિલભાઈ અને એમની કંપની ને અમદાવાદ ખાતે દિન દયાલ હોલમાં રવિવારે યોજાયેલ આ ઇવેન્ટમાં રામદેવ ઉપાસક પૂ. હીરાદાદા, ભાઈઓનું પરિવાર,સ્વજનો,મિત્રો, સૌ કર્મચારીઓ,શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા.
જ્યારે બે દિવસ પહેલા ભારતની સૌથી પ્રતિષ્ઠિત બ્રાન્ડ ટાટા પાવર સોલર,મુંબઈ ખાતે ટાટા પાવર રૂફ્ટોપના ચીફ શ્રી શિવરામ બકીના હસ્તે યુરો પ્રીમિયમ સોલારને અન્ય ત્રણ અવોર્ડ નિખિલ પટેલને એનાયત કરાયા હતા જેમાં 100% લક્ષ્ય હાંસલ કરીને, સૌથી વધુ રેવન્યુ જનરેશન એવોર્ડ , સ્ટાર પર્ફોર્મિંગ પાર્ટનર એવોર્ડ અને પશ્ચિમ ઝોનમાં નંબર વન ચેનલ પાર્ટનર એવોર્ડનો સમાવેશ થાય છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *