મહેન્દ્રપ્રસાદ અરવલ્લી
ગૌ,ગંગા, ગીતા અને ગાયત્રી એ ચાર ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભ છે. ગીતાનું પવિત્ર જ્ઞાન ધરતી પરના કોઈ પણ માનવ માત્રને શ્રેષ્ઠ જીવન જીવવા સંપૂર્ણ માર્ગદર્શન પુરું પાડે છે. ગાયત્રી ચેતના કેન્દ્ર,મોડાસા દ્વારા મળેલ જાણકારી અનુસાર ગીતા જયંતી પર ગાયત્રી ચેતના કેન્દ્ર,મોડાસા ખાતે દિપમાલા પ્રગટાવી અને મોડાસા તેમજ આસપાસના ગામોમાં ઘેર ઘેર પાંચ પાંચ દીવા પ્રગટાવી પ્રાર્થના, આરતી કરી ગીતાજીના જ્ઞાનને જીવનમાં આત્મસાત કરવા સંકલ્પ સાથે ઉજવણી કરવામાં આવી.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ ,હરિદ્વાર દ્વારા ભારતીય સંસ્કૃતિના આ આધાર સ્તંભ એવા શ્રેષ્ઠ ગીતાજ્ઞાનના પ્રાગટોત્સવ આ ગીતા જયંતી, મોક્ષદા એકાદશી તેમજ આ જ દિવસે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના મુખ્ય સુત્રધાર પ્રેમ, કરુણા અને આત્મીયતાની મૂર્તિ એવા શ્રદ્ધેયા શૈલજીજીનો પણ જન્મ દિવસ એમ ખૂબજ પવિત્ર ઉત્સવ પર સાંજના સાત કલાકે તમામ ધર્મ સંસ્થાનો પર દિપમાલા તેમજ ઘેર ઘેર પાંચ પાંચ દીવા પ્રગટાવી ગીતાજીના જ્ઞાનને આત્મસાત કરવાના સંકલ્પ સાથે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું . જે સંદર્ભે મોડાસા સહિત અરવલ્લી, સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત તેમજ સમગ્ર દેશ વિદેશમાં ઉજવણી કરવામાં આવી.

