દિવાળી તહેવાર બાદ આવતા આસ્થાના મહાપર્વ છ ને સમગ્ર ભારત અને ખાસ કરીને ઉત્તર ભારતમાં એક મોટો પર્વ છે કે જે છઠ્ઠું મહાપર્વ તરીકે પુજાય

દિવાળી તહેવાર બાદ આવતા આસ્થાના મહાપર્વ છ ને સમગ્ર ભારત અને ખાસ કરીને ઉત્તર ભારતમાં એક મોટો પર્વ છે કે જે છઠ્ઠું મહાપર્વ તરીકે પુજાય છે. ગુજરાતમાં વસતા ઉત્તર ભારતીય લોકોમાં ખાસ કરીને બિહારી લોકોમાં આ પર્વને લઈને અનેરો ઉત્સાહ હોય છે. અમદાવાદ, સુરત, વાપી, વડોદરામાં નદી કિનારે આથમતા તથા ઉગતા સૂર્યને જલ ચડાવી આ મહાછઠ્ઠ પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષમાં આથમતા સૂર્યને પ્રથમ અર્ધ્ય તા. ૧૯-૧૧-૨૦૨૩ તથા બીજા દિવસે તા. ૨૦-૧૧-૨૦૨૩ ના રોજ ઉગતા સૂર્યને અર્ધ્ય ચડાવવામાં આવશે. દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા છઠ્ઠ પુજામાટે બધા નદીના કિનારાના ઘાટોની સાફ-સફાઈ તથા પાર્કીંગ, ટ્રાફીક અને પીવાના પાણી તથા અન્યસેફ્ટીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આ વર્ષે યોજાનાર મહાછઠ્ઠ પુજા માટે ઈન્કમટેક્ષનાપ્રિન્સીપલ કમિશ્નર, બિહાર ફાઉન્ડેશનના પૂર્વ સી.ઈ.ઓ., પ્રવાસી વેલફેર ફાઉન્ડેશનના માર્ગદર્શનશ્રી રવિ શ્રીવાસ્તવ, સંયોજક ઋષિકેશકુમાર સિંહ તેમજ સભ્યો શ્રી દિપક ઠાકુર, પ્રો. સૌરભ આનંદ,લલીત ચૌધરી, અવિનાશ સિંહ તથા અન્ય સભ્યો દ્વારા ગુજરાત સરકારને છઠ્ઠ પર્વ સારું જરૂરી વ્યવસ્થા કરવા માટે આવેદન કરવામાં આવે છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *