


ભારતને ગ્લોબલ ટેક્સટાઇલ હબ બનવવાના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના સંકલ્પમાં ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગનું યોગદાન મોખરે રહે તેવી રાજ્ય સરકારની નેમ છે. મને વિશ્વાસ છે કે આ નવી ટેક્સટાઇલ નીતિ ઉદ્યોગના અમૃતકાળ માટે ઉદ્દીપક બનશે.
આ બેઠકમા મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી જગદીશભાઈ પંચાલ, એ.સી.એસ ઉદ્યોગ અને ખાણ વિભાગ શ્રી એસ.જે.હૈદર, અધિક ઉદ્યોગ કમિશનર – શ્રી કુલદીપ આર્ય, શ્રી ચિંતન ઠક્કર – એસોકેમ, શ્રી કુલીન લાલભાઈ – સીઆઇઆઇ, શ્રી રાજેશ ત્રિવેદી – અરવિંદ ગ્રુપ, શ્રી રાહુલ શાહ – જીસીસીઆઇ, શ્રી શાલીન અગ્રવાલ – વેલસ્પન ઉપસ્થિત રહ્યા હતા.