

તારીખ: ૨૩.૧૧.૨૦૨૩ ના રોજ યુજીવીસીએલ મહેસાણા વર્તુળ કચેરી ખાતે લાઈન સ્ટાફની સલામતી માટે “સપથ સમારોહ” તથા સત્યનારાયણ પૂજન યોજાયું. યુજીવીસીએલના માનવંતા ગ્રાહકોને વિના વિક્ષેપે, સતત વીજ પુરવઠો મળી રહે તે માટે જીવન જોખમે લાઈન પર ફરજ બજાવતા લાઈન સ્ટાફની સલામતી અંગે ચિંતિત વર્તુળ કચેરી દ્વારા “સપથ સમારોહ” તથા સત્યનારાયણ પૂજનનું આયોજન કરવામાં આવેલ.
સત્યનારાયણ પૂજન બાદ, રજીસ્ટર્ડ કચેરી મહેસાણા, સલામતી વિભાગમાં ફરજ બજાવતા વર્તુળ કચેરી ખાતે ફરજ બજાવતા અધિક્ષક ઈજનેર શ્રી કે.એસ.ભગોરા દ્વારા વર્તુળ કચેરીના તાબા હેઠળના લાઈન સ્ટાફ કર્મચારીઓને સુરક્ષા માટે કામ કરતી વખતે સલામતીના સાધનોનો ઉપયોગ કરવા તેમજ સલામતીથી કામ કરવા માટે ના સપથ લેવડાવવામાં આવેલ.
કંપનીના મુખ્ય ઈજનેર શ્રી જી.એચ.એન્જીનીર (ઓપરેશન) દ્વારા કાર્યક્રમ અંગે તમામ લાઈન સ્ટાફ મિત્રો માટે સલામતી જાળવવા અંગે સંદેશો આપતા ઇલેક્ટ્રિક લાઈન ઉપરની કામગીરી દરમિયાન અર્થિંગ સુનિશ્ચિત કરવા તથા વીજસલામતીના સાધનો નો ઉપયોગ કરવા જણાવવામાં આવેલ અને વર્તુળ કચેરી, મહેસાણા દ્વારા કરવામાં આવેલ સદર કાર્યક્રમના આયોજનની સરાહના કરી અને અભિનંદન પાઠવેલ.
રિપોર્ટ.. ડેવિડ પટેલ