




આગામી 26 નવેમ્બર ના રોજ પુનગામ લાખા હનુમાનજી મંદિર ખાતે દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાશે
બેઠક માં અંકલેશ્વર હાંસોટ તાલુકા ના ભાજપ ના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર હાંસોટ ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ તાલુકા પંચાયત કચેરી ખાતે દિવાળી સ્નેહમિલન સમારોહ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના આયોજન અંગે ભાજપ ના હોદ્દેદારો અને તાલુકા .જિલ્લા પંચાયત અને નગર પાલિકા ના સભ્યો સાથે બેઠક યોજી હતી જેમાં સંકલ્પ યાત્રા અંગે ચર્ચા કરવામાં આવી હતી
આગામી તારીખ 26/ નવેમ્બર ના રોજ સાંજે 05:00 કલાકે પુનગામ ખાતે ના લાખા હનુમાનજી મંદિર ખાતે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા વિસ્તારનું દિવાળી સ્નેહ મિલન સમારોહ યોજાશે તેમજ આગામી 29 મી નવેમ્બર ના રોજ વિકસિત ભારત યાત્રા અંકલેશ્વર હાંસોટ તાલુકા ના ગામો માં આગમન ના આયોજન ના ભાગ રૂપે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ની અધ્યક્ષતા હેઠળ તાલુકા પંચાયત કચેરી ના સભાખંડ ખાતે બેઠક યોજાય હતી જેમાં અંકલેશ્વર હાંસોટ તાલુકા ના ભાજપ સંગઠન ના હોદ્દેદારો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તેમજ નગર પાલિકા ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં અંકલેશ્વર હાંસોટ વિધાનસભાના સૌ કાર્યકર ને આ દિવાળી સ્નેહ મિલન સમારોહ મા જોડાવવા જણાવવા માં આવ્યું હતું ખાસ કરી ને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંકલેશ્વર હાંસોટ વિધાનસભા વિસ્તારમાં રોજ બે ગામોમાં ફરીને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે બેન્કિંગ ક્ષેત્ર સહિત આરોગ્ય વિભાગ, પશુપાલન, મહિલા અને બાળ કલ્યાણ, મિશન મંગલમ, ખેતીવાડી સહિતના વિભાગોની માહિતી આપશે અને જે લોકો યોજનાના લાભોથી વંચિત હોય તેને યોજના ની માહિતી પુરી પાડવા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા ભાજપના મહામંત્રી વિનોદભાઈ પટેલ અંકલેશ્વર શહેર ભાજપ ના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ તાલુકા ભાજપ ના પ્રમુખ નિતેન્દ્ર દેવધરા નગરપાલિકા, અંકલેશ્વર તાલુકા પંચાયત, હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ નગરપાલિકા , તાલુકા અને જીલ્લા પંચાયતના સભ્યો અને સંગઠન હોદ્દેદારો હાજર રહ્યા હતા