2024 માં ઐતિહાસિક લીડના સંકલ્પ સાથે અંકલેશ્વર વિધાનસભા ભાજપનો નુતનવર્ષ સ્નેહ-મિલન સમારોહ યોજાયો

અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા તેમજ જિલ્લા પ્રભારી અશોક પટેલ ઉપસ્થિત રહ્યા

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ભાજપ દ્વારા નુતનવર્ષ સ્નેહમિલન સમારોહ નું શારદા ભવન ટાઉન હોલ ખાતે અંકલેશ્વર ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા તેમજ જિલ્લા પ્રભારી અશોક પટેલ ની અધ્યક્ષતા હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિરાટ મેદની વચ્ચે 2024 માં ઐતિહાસિક વિજયનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો.

અંકલેશ્વર ના શારદા ભવન ટાઉન હોલ ખાતે ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા તેમજ જિલ્લા પ્રભારી અશોક પટેલ ની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ભાજપનું નૂતનવર્ષ સ્નેહ મિલન યોજાયું હતું. ભાજપના મહાનુભવો અને આગેવાનોએ તમામને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી 2024 ની લોકસભા ચૂંટણી માટે ભરૂચમાં ફરી ઐતિહાસિક જીત માટે કામે લાગી જવા આહવાન કર્યું હતું. છેવાડાના વંચિત લોકોને રાજ્ય અને કેન્દ્રની યોજનાઓનો લાભ અપાવવા પર ભાર મુક્યો હતો.અંકલેશ્વર હાંસોટ ના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે કાર્યકરો, બંન્ને તાલુકા ના સંગઠન અને પ્રજાનો આભાર વ્યક્ત કરી, હવે લોકસભામાં પણ ભરૂચ 2014, 2019 ના તમામ રેકોર્ડ 2024 માં તોડી નવો વિક્રમ રચવા કામે લાગી જવા હાકલ કરી હતી.અંકલેશ્વર હાંસોટ તાલુકા ભાજપ વિધાનસભાના સ્નેહમિલન સમારોહમાં જિલ્લા મહામંત્રી , વિનોદ પટેલ, અંકલેશ્વર શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ નિતેન્દ્ર દેવધરા હાંસોટ ના પ્રમુખ રમેશભાઈ મિસ્ત્રી , પાલિકા અને તાલુકા પંચાયત ના પ્રમુખ સહિતના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *