મંત્રીમંડળે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાનને મંજૂરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી જનજાતી આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન)ને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ ખર્ચ રૂ. 24,104 કરોડ (કેન્દ્ર સરકારનો હિસ્સોઃ રૂ. 15,336 કરોડ અને રાજ્યનો હિસ્સોઃ રૂ. 8,768 કરોડ) છે, જેનો ઉદ્દેશ 9 લાઇન મંત્રાલયો મારફતે 11 મહત્ત્વપૂર્ણ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. પ્રધાનમંત્રીએ ખૂંટીથી જનજાતીય ગૌરવ દિવસ પર અભિયાનની જાહેરાત કરી હતી.

બજેટ ભાષણ 2023-24માં જાહેરાત કર્યા મુજબ, “ખાસ કરીને નબળા આદિવાસી જૂથો (પીવીટીજી) ની સામાજિક-આર્થિક સ્થિતિને સુધારવા માટે, પ્રધાનમંત્રી પીવીટીજી ઓફ ડેવલપમેન્ટ મિશન શરૂ કરવામાં આવશે. તેનાથી પીવીટીજી કુટુંબો અને વસાહતોને સુરક્ષિત આવાસ, પીવાનું ચોખ્ખું પાણી અને સાફસફાઈ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને પોષણની સુલભતા, માર્ગ અને દૂરસંચાર જોડાણ તથા આજીવિકાની સ્થાયી તકો જેવી મૂળભૂત સુવિધાઓથી સંતૃપ્તિ મળશે. અનુસૂચિત જનજાતિઓ માટે વિકાસ કાર્યયોજના (ડીએપીએસટી) હેઠળ આગામી ત્રણ વર્ષમાં આ મિશનના અમલીકરણ માટે રૂ.15,000 કરોડની રકમ ઉપલબ્ધ કરાવવામાં આવશે.”

વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ ભારતમાં એસટીની વસતિ 10.45 કરોડ છે, જેમાંથી 75 સમુદાયો 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન અને નિકોબાર ટાપુઓને ખાસ કરીને નબળા આદિવાસી જૂથો (પીવીટીજી)માં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ પીવીટીજી સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં નબળાઈનો સામનો કરી રહી છે.

પીએમ-જનમન (કેન્દ્રીય ક્ષેત્ર અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજનાઓ સહિત) આદિજાતિ બાબતોનાં મંત્રાલય સહિત 9 મંત્રાલયો મારફતે 11 મહત્ત્વપૂર્ણ હસ્તક્ષેપો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે નીચે મુજબ છેઃ

ક્રમપ્રવૃત્તિલાભાર્થીની સંખ્યા / લક્ષ્યોખર્ચના ધોરણો
1પાકા મકાનોની જોગવાઈ4.90 લાખરૂપિયા 2.39 લાખ / ઘર
2માર્ગોને જોડતા8000 KMરૂ. 1.00 કરોડ/કિ.મી.
3aપાઇપ વડે પાણી પુરવઠો/મિશન હેઠળ 4.90 લાખ એચએચ સહિત તમામ પીવીટીજી આવાસોનું નિર્માણ કરવામાં આવશેયોજનાબદ્ધ ધોરણો મુજબ
3bસામુદાયિક પાણી પુરવઠો2500 ગામડાઓ/વસાહતો કે જેમની વસતી 20 એચએચથી ઓછી હોયવાસ્તવિક કિંમત મુજબ આવી હતી
4દવાના ખર્ચ સાથેના મોબાઇલ મેડિકલ એકમો1000 (10/જીલ્લો)33.88.00 લાખ/એમ.એમ.યુ.
5aછાત્રાલયોનું નિર્માણ500રૂ. 2.75 કરોડ/હોસ્ટેલ
5bવ્યાવસાયિક શિક્ષણ અને કૌશલ્ય60 Aspirational PVTG બ્લોકરૂપિયા 50 લાખ/બ્લોક
6આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ2500રૂપિયા 12 લાખ/AWC
7બહુહેતુક કેન્દ્રોનું નિર્માણ (એમપીસી)1000પ્રત્યેક એમપીસીમાં એએનએમ અને આંગણવાડી કાર્યકરની રૂ. 60 લાખ/એમપીસીની જોગવાઈ
8aએચએચએસનું ઊર્જાવર્ધકકરણ (લાસ્ટ માઇલ કનેક્ટિવિટી)57000 HHsરૂપિયા 22,500/HH
8b0.3 કિલોવોટ સોલર ઓફ-ગ્રિડ સિસ્ટમની જોગવાઈ100000 HHsરૂ. ૫૦,૦૦૦/એચએચ અથવા વાસ્તવિક કિંમત મુજબ
9શેરીઓ અને એમપીસીમાં સોલર લાઇટિંગ1500 એકમોયુનિટ રૂ. 1,00,00,000/
10VDVK ની સુયોજના500રૂપિયા 15 લાખ/VDVK
11મોબાઇલ ટાવર્સની સ્થાપના3000 ગામોયોજનાબદ્ધ ધોરણો મુજબ ખર્ચ

ઉપર ઉલ્લેખિત હસ્તક્ષેપો સિવાય અન્ય મંત્રાલયોની નીચેની દરમિયાનગીરી પણ આ મિશનનો ભાગ હશેઃ

  1. આયુષ મંત્રાલય વર્તમાન ધારાધોરણો મુજબ આયુષ વેલનેસ સેન્ટરની સ્થાપના કરશે અને આયુષ સુવિધાઓ મોબાઇલ મેડિકલ યુનિટ્સ મારફતે પીવીટીજીનાં રહેઠાણો સુધી વિસ્તૃત કરવામાં આવશે.
  2. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય, પીવીટીજીનાં રહેઠાણો, બહુહેતુક કેન્દ્રો અને છાત્રાલયોમાં આ સમુદાયોનાં યોગ્ય કૌશલ્ય અનુસાર કૌશલ્ય અને વ્યાવસાયિક તાલીમની સુવિધા આપશે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *