
માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ રહ્યા ઉપસ્થિત

વિકસિત ભારત સંકલ્પના શપથ લેતા ગ્રામજનો



દેશભરમાં ગરીબ, વંચિત અને છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચાડવાના ઉમદા ધ્યેય સાથે દેશભરમાં ‘સરકાર આપના દ્વાર’ સૂત્ર સાથે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત માણસા તાલુકા માં પણ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ચાલી રહી છે ત્યારે આજે નાદરી ગામે ે વિકસિત ભારત રથ પહોંચ્યો હતો. જ્યાં માણસા વિધાનસભા ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. માણસા તાલુકાના નાદરી ગામે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા પ્રસંગે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પીએમ આવાસ યોજના, ઉજ્જવલા યોજના, ખેતીવાડી યોજના જેવી અનેક યોજનાઓ વિશે માહિતગાર કરી લાભો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ લોકોએ વિકસિત ભારત સંકલ્પના શપથ લીધા હતા. આ પ્રસંગે પોતના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર વિધાર્થી તથા મહિલાઓનું સન્માન કરાયું હતું. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના આ પ્રસંગે લાભાર્થીઓએ કેન્દ્ર સરકારની યોજનાઓના મળતા લાભ વિશે સકારાત્મક પ્રતિભાવો આપ્યા હતા અને કેન્દ્ર તથા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.