આધુનિક રથ સાથે ગામેગામ યોજના લઈ પહોંચતી વિકાસ યાત્રાનું ધારાસભ્યશ્રી રીતેશભાઈ વસાવાની ઉપસ્થિતિમાં કાંટીપાડા ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું


જનકલ્યાણની યોજનાનો લાભ ખાતરીપૂર્વક આપવાના મંત્ર સાથે ભરૂચ જિલ્લામાં ભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઘણા ગામોમાં સફળતાપૂર્વક ફરી ચૂકી છે. આધુનિક એલ. ઈ. ડી સ્ક્રીન થી સજ્જ રથો સાથે ગામેગામ પહોંચતી આ યાત્રાનું ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવે છે ત્યારે નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામે ધારાસભ્યશ્રી રીતેશભાઈ વસાવા અને ગામની કુમારિકાઓ દ્વારા રથનું કંકુ, ચોખા અને ફુલોથી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દ્વારા ‘ધરતી કરે પોકાર કે’ અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ધરતી માતાની પીડાને ઉજાગર કરતી સુંદર નાટ્યકૃતિ રજૂ કરવામાં આવી હતી. જેના દ્વારા ગ્રામજનોને સ્વચ્છતાનો સંદેશ આપીમાં ધરતીની પીડા સમજાવવા બદલ ધારાસભ્યશ્રી એ બાળકોને પ્રોત્સાહન ઇનામની આપ્યું હતું.


આ સંકલ્પ યાત્રાની સાથે આરોગ્ય તથા યોજનાના લાભો અને સહાયોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તદ્દઉપરાંત વડાપ્રધાનશ્રીનો વિકસિત ભારતનો સંકલ્પ સંદેશો ગામેગામ પહોંચી રહ્યો છે ત્યારે મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાતા કાર્યક્રમોમાં લાભાર્થીઓ દ્વારા તેમના સ્વમુખે યોજનાકીય લાભો થકી તેમના જીવનમાં આવેલા ગુણાત્મક પરિવર્તનની વાત કરવામાં આવે છે.


કાર્યક્રમમાં સહભાગી બનેલા તમામ મહાનુભાવો તથા ગ્રામજનોએ ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા પોતાનુ યોગદાન આપવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. આ તકે, કાંટીપાડા ગામના સરપંચશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રીમતી વસુધાબેન વસાવા, ઉપપ્રમુખશ્રી. માજી ઉપપ્રમુખશ્રી તેમજ વિસ્તરણ અધિકારીશ્રી યોગેશ પવાર, તાલુકા વહીવટી તંત્ર અને ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજર રહી આ વિકાસની વણઝારને ઘર ઘર સુધી પહોંચાડતા રથના હર્ષભેર વધામણા કર્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *