
આદિવાસી લોકોમાં સિકલસેલ સહિત વિવિધ રોગોની સારવાર માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે.

આદિજાતિ વિભાગમાંથી ડોકટર,એન્જીનીયર બનવા ઉચ્ચ શિક્ષણ માટે રૂા.૧૫ લાખની લોન તેમજ પાયલોટ માટે રૂા.૨૫ લાખની લોન સહાય આપાવામાં આવે છે. રાજ્ય કક્ષા આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના પીપળકુવા ગામે આજરોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચ્યો હતો. રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ,શ્રમ અને રોજગાર મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે તાપી જિલ્લા વહીવટીતંત્ર સહિત પદાધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કલ્યાણકારી યોજનાઓ સાથે આવેલ રથ ને વધાવતા પીપળકુવા ગામે જનમેદની ઉમટી પડી હતી. વિકાસની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતા રાજ્યકક્ષા આાદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે હું આજે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપું છું કેમકે તમારા લોકોના કામ કરવા માટે આજે રથમાં કેન્દ્ર સરકારની ૨૨ જેટલી યોજનાઓનો લાભ લેવા માટેના ફોર્મ સહિત માહિતીઓ મોકલી છે. છેવાડાના દરેક લાભાર્થીઓને સ્થળ ઉપર જ લાભ મળી જાય તે માટે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા સ્ટોલ બનાવવામાં આવ્યા છે. આદિવાસી લોકોમાં સિકલસેલ સહિત વિવિધ રોગોની સારવાર માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. આદિજાતિ વિભાગમાંથી ડોકટર,એન્જીનીયર બનવા ઉચ્ચ શિક્ષણ માટે રૂા.૧૫ લાખની લોન તેમજ પાયલોટ માટે રૂા.૨૫ લાખની લોન સહાય આપાવામાં આવે છે. વ્યારા સુગર ફેકટરી ૧૮ વર્ષથી બંધ હતી તે ચાલુ કરી દેવામાં આવી છે. આદિજાતિ વિભાગમાંથી રૂા.૩૦ કરોડ ની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાત સરકાર પણ આદિવાસી લોકોની એટલી જ ચિંતા કરે છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ચિંતા કરે છે. આદિવાસી વિકાસનું બજેટ ૩૪૧૦ કરોડ છે.

તાપી કલેકટર ડો.વિપિન ગર્ગે જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના મુખ્ય બે હેતુ છે. એક કેન્દ્રની ૨૨ જેટલી યોજનાની માહિતી લોકોને મળે છે. પોતપોતાના હકની જાણકારી પ્રાપ્ત થાય છે. નાગરિક જાગૃત બને છે. બીજુ હેતુ અને જાણકારી મળવાથી લાભાર્થી સો ટકા યોજનાથી લાભાન્વિત થાય છે. વાર્ષિક ૪ લાખથી ઓછી આવક ધરાવતા આયુષમાન યોજનાનો લાભ મળી શકે છે. વ્હાલી દિકરી યોજનામાં દિકરી ૧૮ વર્ષની થાય ત્યારે લાભ મળી રહે છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિ.એન.શાહે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારનો આ સ્તુત્ય પ્રયાસ છે. ૧૫ નવેમ્બરથી શરૂ થયેલી આ યાત્રા ૨૬ જાન્યુઆરી-૨૪ સુધી પ્રધાનમંત્રીશ્રી એ આપેલી ગેરંટીને ચરિતાર્થ કરવામાં આવશે. સ્ટોલની મુલાકાત લઈ યોજનાનો લાભ લેવા જિલ્લા વિકાસ અધિકારીએ અનુરોધ કર્યો હતો.

આ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રીશ્રીનો સંદેશાનું પ્રસારણ લોકોએ નિહાળ્યું હતું. કૃષિ ક્ષેત્રના વિકાસ માટે આધુનિક ટેકનોલોજીથી ડ્રોન મશીનથી દવા છંટકાવ ડેમોસ્ટ્રેશન કરાયું હતું. જુદી જુદી યોજનાના લાભાર્થીઓને લાભો અર્પણ કરાયા હતા. પીપળકુવા પ્રા.શાળાની બાલિકાઓએ પ્રાર્થના સ્વાગત ગીત,ધરા નાટક રજુ કર્યું હતું. સખીમંડળની બહેનોએ પણ કૃતિ રજુ કરી હતી.મંત્રીશ્રી કુંવરજીભાઈએ તમામ બાળકલાકારોને પ્રોત્સાહન ઈનામ આપી કલાને બિરદાવી હતી.

આ પ્રસંગે જિલ્લા, તાલુકા પદાધિકારીઓ, શિક્ષણાધિકારીશ્રી ધારાબબેન પટેલ, દહેજ પ્રતિબંધક અધિકારી ડો.મનિષા મુલતાની,પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ મામલતદાર એન.એન.ચાંપાનેરિયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી ડી.ડી.ગાવિત,વેચ્યાભાઈ,વિક્રમભાઈ, સરપંચશ્રી દિપ્તેશભાઈ, વાડી સરપંચ કલ્પેશભાઈ,ઉકાઈ સરપંચ રોહિતભાઈ, બેડી સરપંચ લીલાબેન,ઘોડા સરપંચ જશ્ની બેન સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈએ કર્યું હતું. આભારવિધિ તાલુકા વિકાસ અધિકારી ડી.ડી.ગાવિતે આટોપી હતી.