પાટણ ખાતે યોજાયેલા પાણી પુરવઠા વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત કાર્યક્રમની પૂર્ણાહૂતિ બાદ મુખ્યમંત્રીશ્રીએ કરી લાભાર્થી સાથે રૂબરૂ મુલાકાત
પાટણ ખાતે યોજાયેલા પાણી પુરવઠા વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત કાર્યક્રમની પૂર્ણાહૂતિ બાદ રાજ્યના નાગરીકો પ્રત્યે સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએડૉ.આંબેડકર આવાસ યોજનાના લાભાર્થી સાથે રૂબરૂ મુલાકાત કરી તેમના ખબરઅંતર પૂછ્યા હતા.
પાટણ જિલ્લાના સબોસણ ખાતે રહેતા ૭૦ વર્ષીય ડાહીબેનને ડૉ.આંબેડકર આવાસ યોજનાઅંતર્ગત અલગ અલગ ત્રણ હપ્તામાં મકાન બાંધકામની સહાય પેટે રૂ.૧.૨૦ લાખ મળતાં તેમનું ઘરના ઘરનું સપનું સાકાર થયું છે. પાટણ ખાતે યોજાયેલા કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીશ્રીએ ડાહીબેન સાથે રૂબરૂ મુલાકાત કરી તેમના ખબરઅંતર પૂછ્યા હતા.મુખ્યમંત્રીશ્રી સાથેની મુલાકાતને યાદ કરતાં ડાહીબેન કહે છે કે, મારા પરિવારને રહેવા પાકા મકાનની ચિંતા જ્યારે ખુદ રાજ્યના મુખ્યમંત્રી કરતાં હોય ત્યારે મને વિશ્વાસ છે કે હવે કોઈ પરિવાર પોતાના ઘર વિનાનો નહીં રહે.


