સરવા ગામ ખાતે ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈની ઉપસ્થિતિમાં“કિશાન સુર્યોદય યોજના” નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

બોટાદ જિલ્લામાં કુલ ૩૬ ફીડરોના ૬૮ ગામના ખેડૂતોનાખેતી વિષયક વીજ જોડાણોને વીજ પુરવઠો મળશે ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલ

રાજયના ખેડૂતોને દિવસે વિજળી મળી રહે તે માટેગુજરાત સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવ્‍યો છે

રાજયના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં દિવસે વિજળી મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા એક નવિન અભિગમ અપનાવ્‍યો છે તેમ ઉર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલે બોટાદ તાલુકાના સરવા ખાતે યોજાયેલ ‘‘કિશાન સુર્યોદય યોજના’’ ના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે ઉદ્દબોધન કરતા જણાવ્‍યું હતું.

            મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે વધુમાં જણાવ્‍યું હતું કે ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાય સમયથી દિવસે પાવર આપવાની રજૂઆત હતી. ખેડૂતોની માંગણીને સંતોષવા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં દિવસે વિજળી પૂરી પાડવા ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભિગમ અપનાવી “કિસાન સૂર્યોદય યોજના” અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ કૃષિ ક્ષેત્રે દિવસ દરમ્યાન સવારે ૫.૦૦ થી રાત્રીના ૯.૦૦ વાગ્યા દરમિયાન વીજ પુરવઠો દિવસે આપવામાં આવશે. આ યોજના થકી ખેડૂતોને દિવસે ખેતીવાડી સિંચાઈ માટે વીજ પુરવઠો મળવાથી રાતના ઉજાગરા, વન્યજીવ જંતુના ભય અને કડકડતી ઠંડી તથા ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ મળશે તેમ જણાવ્‍યું હતું.

            તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, માળખાકીય સુવિધા ઉભી કર્યા બાદ સમગ્ર ગુજરાતના ખેડૂતોને તબક્કાવાર કિસાન સૂર્યોદય યોજના હેઠળ દિવસે વિજળી આપવાનું આયોજન છે, જે પૈકી બોટાદ જિલ્લામાં કુલ ૩૬ ફીડરોના ૬૮ ગામના ખેડૂતોના ખેતી વિષયક વીજ જોડાણોને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે.

            આ પ્રસંગે દિપ પ્રાગટ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ તેમજ ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે કરવામાં આવ્યું હતું.   આ પ્રસંગે પી.જી.વી.સી.એલ. બોટાદના અધિક્ષક ઈજનેરશ્રી એ.એ.જાડેજા, જેટ્કો અમરેલીના અધિક્ષક ઈજનેરશ્રી એ.એમ.મકવાણા, ભાજપ જિલ્લા પ્રમુખશ્રી ભીખુભા વાઘેલા,  તાલુકા ભાજપ પ્રમુખશ્રી ભુપતભાઈ જાંબુકિયા, જોરૂભાઈ, ગૌતમભાઈ, છનાભાઈ, અશોકભાઈ, ચંદુભાઈ, ધર્મેંદ્રભાઈ વડોદરીયા સહિતના પદાધિકારીશ્રીઓ તેમજ આજુબાજુ ગામના સરપંચશ્રીઓ તથા ખેડૂતોમિત્રો ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *