શહેર ભાજપ દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીજીની જન્મજયંતી નિમિત્તે તમામ બુથમાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

શહેર ભાજપ દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી પરમ શ્રદ્ધેય અટલબિહારી વાજપેયીજીની જન્મજયંતી નિમિત્તે તમામ બુથોમાં પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ ઋચિર ભટ્ટ, મેયર હિતેશ મકવાણા, મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જશવંતભાઈ પટેલ, મહામંત્રીશ્રીઓ, અગ્રણીશ્રીઓએ શહેર ભાજપ કાર્યાલય ખાતે અટલબિહારી વાજપેયીજીની છબીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમણે દેશ માટે આપેલા અમૂલ્ય યોગદાનનું સ્મરણ કર્યું હતું. આ તકે સંગઠનના હોદ્દેદારો, ચુંટાયેલા સભ્યો, કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલે વોર્ડ ૫ ભાજપ કાર્યાલય ખાતે અટલબિહારી વાજપેયીજીની છબીને પુષ્પ અર્પણ કરી સ્મરણાંજલિ પાઠવી હતી આ તકે સ્થાનિક સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *