ગુજરાત સરકારના આદિજાતી મંત્રી કુંવરજીભાઈ હળપતિ ઉપસ્થિત રહ્યા હતા





વ્યારા સુગર ફરી શરૂ થતાં ખેડૂતોને સારો ભાવ મળ્યોઃ માનસિંહ પટેલ વ્યારા સુગરની વાર્ષિક સાધારણ સભા યોજાઈ, એજન્ડાના કામો મંજૂર
તાપી જિલ્લાની જીવાદોરી સમાન શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.ખુશાલપુરાની વર્ષ-૨૦૨૨- ૨૩ની વાર્ષિક સાધારણ સભા સંસ્થાના પ્રમુખ માનસિંહભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ માનસિંહભાઈ પટેલે જણાવ્યું કે, બંધ પડેલી વ્યારા સુગરને લીધે આ વિસ્તારની શેરડી ઓછા ભાવમાં જતી હતી અને ખેડૂતોનું શોષણ થતું હતું. ગુજરાત સરકારના સહયોગથી વ્યારા સુગર પુન: થઈ ગઈ છે. શેરડી પિલાણ અને ખાંડનું ઉત્પાદન શરૂ થઈ રહ્યું છે. આ વર્ષે ખેડૂતો શેરડીનો ઉંચો ભાવ મેળવી રહ્યા છે. આમ વ્યારા સુગર કાર્યરત થતા જ પ્રતિ ટન રૂા.૫૦૦થી ૭૦૦નો વધારો જોવા મળ્યો છે. આવનારા દિવસે હજુ સારા આવશે. તેમણે સભાસદોને વધુને વધુ શેરડી પુરવઠો આપવાા આહ્વાન કર્યું. આગામી સમયમાં પ્લાન્ટને આધુનિકરણ કરી પિલાણ ક્ષમતામાં વધારો કરવા નિર્ણય લેવાયો હતો. નવા વિકલ્પમાં ડિસ્ટીલરી પ્લાન્ટ અંગે નિર્ણય લેવાયો હતો. અગાઉની વાર્ષિક સાધારણ સભામાં થયેલી કસરને પુન: જીવીત કરી ટીકપુરા ગામની જમીન અંગે નિર્ણય લેવાયો હતો. અને તમામ સભાસદો દ્વારા એજન્ડાના કામો મંજુર કર્યા. સાધારણ સભામાં ગુજરાત સરકારના આદિજાતી મંત્રી કુંવરજીભાઈ હળપતિ, ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, ધારાસભ્ય ડો.જયરામ ગામીત, ડિસ્ટ્રીકટ બેંકના પ્રમુખ બળવંતભાઈ પટેલ, કાંતિભાઈ ગામીત, સુમુલ ડેરી તથા મહુવા સુગરના ડીરેક્ટરો, કસ્ટોડીયન કમિટિના સભ્યો, કામરેજ સુગરના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, મઢી સુગરના પ્રમુખ સમીરભાઈ ભક્ત, બારડોલી સુગરાના ઉપપ્રમુખ ભાવેશ પટેલ, ઈશ્વર ગામીત, પ્રજ્ઞેશ, અશોક ગામીત, ઘનશ્યામભાઈ, ખેડૂત મંડળના સભ્યો. અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા .રિપોર્ટ, મયુર પટેલ