વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થવા પધારેલા વિયેતનામના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર ટ્રાન લુ ક્વેંગનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરાયું

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભાગ લેવા ગુજરાત પધારેલા વિયેતનામના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર ટ્રાન લુ ક્વેંગનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પ્રોટોકોલ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, રાજ્યના ચીફ પ્રોટોકોલ ઓફિસર શ્રી જ્વલંત ત્રિવેદી, અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિતના મહાનુભાવોએ  વિયેતનામના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરને આવકાર્યા હતા. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક જૂથો દ્વારા ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરીને વિયેતનામના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરને આવકારવામાં આવ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *