રૂ. ૪૧.૬૮ કરોડના ખર્ચ થી તૈયાર થનાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત

સિદ્ધપુર નગરપાલિકા અને ગુજરાત શહેરી વિકાસ કંપની, ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે રૂ. ૪૧.૬૮ કરોડના ખર્ચ થી તૈયાર થનાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યુ. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થી સિધ્ધપુર શહેરની અને વિકસીત વિસ્તારની ઉભરાતી ગટરના પ્રશ્ન હલ થશે. આ પ્રોજેકટથી શુધ્ધીકરણ બાદનાં પાણીનાં પુનઃ વપરાશ માટેની તકો ઉભી કરી શકાશે, જેના કારણે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી વાતાવરણ બનશે. વડોદરા દુર્ઘટનાના દિવંગતોના આત્માની શાંતિ માટે કાર્યકમ પૂર્વ 2 મિનિટનું મોન પાળી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, શ્રી અરવિંદ વિજયન (IAS) (જિલ્લા કલેકટરશ્રી, પાટણ), તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિક્રમસિંહ ઠાકોર, ઉપપ્રમુખ નગરપાલિકા સોનલબેન ઠાકર, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્ય, આર.એ.સી, મામલતદારશ્રી, સરપંચ ખોલવાડા, અંકુરભાઈ મારફતીયા, શહેર ભાજપ પ્રમુખ જયેશભાઈ પંડ્યા, કરોબારી ચેરમેનશ્રી રશ્મિનભાઈ દવે મહામંત્રીશ્રી – મનીષભાઈ પ્રજાપતિ, શંભુભાઈ દેસાઈ, નગરપાલિકાના કોર્પોરેટરશ્રી અને અધિકારીઓશ્રી, સંગઠનના હોદ્દેદારો, ખોલવાડાના આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *