સરકારી વિજ્ઞાન કૉલેજ, થરાદ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ફેર યોજાયો

અંતિમ પસંદ થનારને વાર્ષિક 4.5 લાખનું પેકેજ મળશે.

સરકારી વિજ્ઞાન કોલેજ, થરાદ ખાતે પ્રિ. ડો. જગદીશ એચ. પ્રજાપતિના માર્ગદર્શન અને પ્રેરણાથી ઉદીશા અને પ્લેસમેન્ટ સેલના ઉપક્રમે ફાર્મા જગતની વિખ્યાત કંપની મેનકાઈન્ડ ફાર્મા, અમદાવાદના વેટરનરી વિભાગ દ્વારા કેમ્પસ પ્લેસમેન્ટ ઇન્ટરવ્યૂ યોજવામાં આવ્યું હતું. કૉલેજના પ્લેસમેન્ટ સેલના ઉપક્રમે આયોજિત આ રોજગાર મેળામાં સરકારી વિજ્ઞાન કોલેજના 23 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

શરૂઆતમાં મેનકાઇન્ડ ફાર્મા કંપનીના જોનલ મેનેજર શ્રી સંજય માંડલે દ્વારા મેનકાઈન્ડ કંપનીની તમામ માહિતી આપવામાં આવી હતી. માર્કેટિંગ એગ્જિક્યુટિવ માટે આયોજિત આ ઇન્ટરવ્યુમાં સૌ પ્રથમ વિદ્યાર્થીઓને ગ્રુપ ચર્ચા કરાવવામાં આવી હતી, ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓનું વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યુ હતું. જેમાં 23 માંથી 10 ભૂતપૂર્વ વિધ્યાર્થીઓ જોડાયા હતા. આ કેમ્પસ પ્લેસમેન્ટમાં કોલેજના કુલ 5 વિદ્યાર્થીઓની કંપનીના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી.
પસંદ થયેલ આ પાંચ વિધ્યાર્થીઓનું બીજા તબક્કામાં અંતિમ ઈન્ટરવ્યુ અમદાવાદ ખાતે લેવામાં આવશે. જેમાં કંપનીના અખિલ ભારતીય જનરલ મેનેજર (મહા પ્રબંધક) નંદકુમાર જાદવ ખાસ ઉપસ્થિત રહી અંતિમ પસંદગી કરશે. પસંદ થનાર ઉમેદવાર વિધ્યાર્થીઓને શરૂઆતથી વાર્ષિક 4.5 લાખના પેકેજથી નોકરી ઓફર કરવામાં આવશે તેવું મેનકાઇન્ડ ફાર્મા કંપનીના ઝોનલ મેનેજર શ્રી સંજય માંડલેએ જણાવ્યું હતુ.

આ સમગ્ર પ્લેસમેન્ટ ફેરનું આયોજન પ્લેસમેન્ટ સેલના સંયોજક પ્રો. ડો. મહેશ આર. સોલંકી અને સહ સંયોજક પ્રો. અશોક વી. દરજીએ કર્યું હતું. કાર્યક્રમને સફલ બનાવવા માટે ભૂપેશભાઈ, ડુંગરભાઈ અને અલ્પેશભાઈ વગેરે સેવક બંધુઓએ સુંદર સહયોગ આપ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *