ગુજરાતની 26 માંથી 26 લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને દરેક સીટ પર 05 લાખની લીડ મેળવવાનો જે સંકલ્પ છે એ પણ અમે ચોક્કસ પૂર્ણ કરીશું :- શ્રી સી.આર.પાટીલ

આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ પ્રેસ વાર્તાને સંબોધન કર્યું.

મને વિશ્વાસ છે કે જેમ ગત વિધાનસભા ચૂંટણીમાં 126 સીટ પર આપની ડિપોઝિટ ગઈ હતી એમાં આ વખતે બે જ સીટ લડવાની તૈયારી બતાવે છે કે પોતે હાર માની લીધી છે :- શ્રી સી.આર.પાટીલ

કોંગ્રેસના જ ચૂંટાયેલા લોકો જીતની શક્યતા જોઈ શકતા નથી ત્યારે આવા ગઠબંધનને ગુજરાતમાં કોઈ જશ મળવાની શક્યતા નથી:- શ્રી સી.આર.પાટીલ

2022 વિધાનસભાની ચૂંટણી પછી ગુમ થયેલા ગુજરાતમાં લોકસભા ચૂંટણી ટાણે આવનારા લોકોને ગુજરાતની પ્રજા સારી રીતે ઓળખે છે:- શ્રી સી.આર.પાટીલ

ગુજરાતની 26 માંથી 26 લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને દરેક સીટ પર 05 લાખની લીડ મેળવવાનો જે સંકલ્પ છે એ પણ અમે ચોક્કસ પૂર્ણ કરીશું :- શ્રી સી.આર.પાટીલ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે,  આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ પ્રેસ વાર્તાને સંબોધન કર્યું.

માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ પ્રેસ વાર્તાને સંબોધન કરતાં જણાવ્યુ કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને દિવાસ્વપ્ન જોઈ રહ્યા છે વાસ્તવિક ભૂમિ પર આવવા માટેની તેમની તૈયારી નથી. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો ચૈતર વસાવા સિવાય ભરુચની કુલ 07 વિધાનસભા બેઠકમાંથી 04 બેઠક પર આમ આદમી પાર્ટીએ ડિપોઝિટ ગુમાવી હતી. ભાવનગર અને ભરુચ બંને લોકસભા સીટ અમારી મજબૂત સીટ છે જે અમે વર્ષોથી જીતતા આવ્યા છીએ. જનમત ગુમાવી ચૂકેલા બંને ભેગા થઈને ગુજરાત જીતવા માટેના દિવાસ્વપ્ન જોઈ રહ્યા છે. મને વિશ્વાસ છે કે જેમ ગઈ વખત 126 સીટ પર આપની ડિપોઝિટ ગઈ હતી એમાંથી આ વખતે બે જ સીટ લડવાની તૈયારી બતાવે છે કે પોતે હાર માની લીધી છે. કોંગ્રેસે ગત ચૂંટણીમાં 44 સીટો પર એની ડિપોઝિટ ગુમાવી હતી અને 17 બેઠકો જીત્યા હતા એમાંથી ઘણા બધા ઓછા થઈ ગયા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના જ ચૂંટાયેલા લોકો જીતની શક્યતા જોઈ શકતા નથી ત્યારે આવા ગઠબંધનને ગુજરાતમાં કોઈ જશ મળવાની શક્યતા નથી.

શ્રી સી.આર.પાટીલજીએ વધુમાં જણાવ્યુ કે, આ રીતે ગઠબંધન કરીને ગુજરાતની પ્રજાને ખોટા ઠાલા વચનો આપીને ભરમાવાનો પ્રયત્ન આજદિન સુધી કરતાં આવ્યા છો, હવે ગુજરાતની પ્રજા જાગી ગઈ છે. ગુજરાતની પ્રજા હવે જાણે છે કે કેટલાક લોકો ચૂંટણી ટાણે જેમ વરસાદમાં દેડકા આવી જતાં હોય તેમ બહાર આવે છે અને જ્યારે ચૂંટણી પૂર્ણ થાય ત્યારે આપમેળે ગાયબ થઈ જતાં હોય છે. 2022 વિધાનસભાની ચૂંટણી પછી ગુમ થયેલા લોકો ફરીવાર ગુજરાતમાં ચૂંટણી ટાણે આવનારા લોકોને ગુજરાતની પ્રજા સારી રીતે ઓળખે છે. મને વિશ્વાસ છે કે, આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે દેશમાં ભારતીય જનતા પાર્ટીની 370 સીટ અને NDAમાં 400 સીટ જીતવાના સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે ત્યારે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં આ ભવ્ય જીતનું લક્ષ્ય પ્રાપ્ત કરીશું. ગુજરાતની 26 માંથી 26 લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને દરેક સીટ પર 05 લાખની લીડ મેળવવાનો જે સંકલ્પ છે એ પણ અમે ચોક્કસ પૂર્ણ કરીશું.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM