







કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે સાંસદ ” ડોક્ટર કિરીટભાઈ સોલંકી મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ટીકીટ ન મળવાના કારણે ગેરહાજર રહ્યા છે તેવી ગેરસમજો ફેલાવી રહ્યા છે ”


ગુજરાતના સ્વપ્ન દ્રષ્ટા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ અમદાવાદ ખાતેના ગઈકાલના કાર્યક્રમમાં સાંસદ શ્રી ડોક્ટર કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી સાહેબની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ડોક્ટર કિરીટભાઈ સોલંકીના હસ્તે પણ ઘણા લાભાર્થીઓને કીટ આપવામાં આવી હતી. તેમ છતાં પણ કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે સાંસદ ” ડોક્ટર કિરીટભાઈ સોલંકી મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ટીકીટ ન મળવાના કારણે ગેરહાજર રહ્યા છે તેવી ગેરસમજો ફેલાવી રહ્યા છે ” ભાજપ આપણો પરિવાર છે અને ફરી એક વખત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશની સત્તા સંભાળે તે માટે આપણે બધા જ સક્રિય રીતે કામગીરી કરીને નવનિયુક્ત સાંસદ ઉમેદવાર શ્રી દિનેશભાઈ મકવાણાને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી .આર .પાટીલ સાહેબની સૂચના મુજબ પાંચ લાખની જંગી બહુમતીથી વિજયી બનાવવાના છે.