રિપોર્ટ ડેવિડ પટેલ

તાજેતરમાં સાંકળચંદ પટેલ કોલેજ ઓફ એન્જીનીયરીંગ, વિસનગર ખાતે તા. ૨૭-૨૮-૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ એમ ત્રણ દિવસ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ ના આશય થી સંસ્થામા કમ્પ્યુટર અને આઇટી એંજિનયરિંગ વિભાગ ધ્વારા National Science Day અંતર્ગત વિવિધ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી અમર ગાંધી, પ્લેસમેંટ ઓફિસર, SPU એ Role of projects and Internship in career development પર વ્યાખ્યાન આપ્યું હતું અને PerfactQA LLP, Ahmedabad માથી આવેલ નિષ્ણાતો ધ્વારા Role of AI in Software Engineering પર વિવિધ વ્યાખ્યાન આપવામાં આવ્યા હતા. વધુમાં Poster Presentation Competition અને Industrial Project exhibition નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શ્રી રાહુલ શર્મા, Director, PerfactQA LLP, Ahmedabad ના સહયોગથી આવેલ નિષ્ણાતો ધ્વારા વિદ્યાર્થીઓના પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં ૨૦૦ થી વધુ વિધાર્થીઓ તથા અધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ. વધુમાં ત્રણ દિવસના અંતે ડૉ. ચિરાગ પટેલ, HoD, CSE dept., Charusate University, Changa ધ્વારા “Machine Learning and Deep Learning” વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું તેમજ શ્રી વિવેક વન્ધિલે, Senior Program Manager, Edunet Foundation ધ્વારા “Student Orientation” સેસન લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની ઉજવણી SPCE-ISTE ના સહયોગથી કરવામાં આવી હતી.
ડૉ. પિયુષ જે. પટેલ, પ્રિન્સિપાલ, SPCE, ડૉ. કિરીટ જે. મોદી, HoD, CE/IT dept. અને પ્રો. વિવેક કે.શાહ, પ્રો. અંકુર જે. ગોસ્વામી અને ડૉ. રાજેશ પટેલે સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંકલન કર્યું હતું. સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. પી. એમ. ઉદાની, ટેકનિકલ ડાઇરેક્ટર ડૉ. એચ. એન. શાહ ધ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જરૂરી માર્ગદર્શન અને સહયોગ પુરો પાડ્યો હતો.