સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે યુથ પાર્લામેન્ટ યોજાઇ

રિપોર્ટ ડેવિડ પટેલ

ગુજરાત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ યુથ પાર્લામેન્ટ માટે યુનિવર્સિટી કક્ષાની યૂથ પાર્લામેન્ટ નું આયોજન ઉત્તર ગુજરાતમાં સુપ્રસિદ્ધ વિસનગર સ્થિત એવી સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં યૂથ પાર્લામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું. જેના ભાગ સ્વરૂપે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કુલ ૪૦ વિદ્યાર્થીઓએ આ પાર્લામેન્ટમાં ભાગ લીધો હતો. સ્પર્ધાને અંતે કુલ પાંચ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. આ પાંચ વિદ્યાર્થીઓ રાજ્ય સ્તરીય યુવા સંસદમાં ભાગ લેવા માટે સાંકળચંદ પટેલ યુનિવર્સિટી નું પ્રતિનિધિત્વ કરશે. આ પાંચ વિદ્યાર્થીઓ યોગેશ શિવદાસાની, શરદકુમાર સોલંકી , રવિ ડોડીયા , માનસી લુહારીયા અને શ્રેયાંશ ઠાકોર આગામી ૯ માર્ચે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગુજરાત રાજ્ય યુવા સંસદમાં ભાગ લેવા જશે. આ વિદ્યાર્થીઓએ વકૃત્વ સ્પર્ધા અને ડિબેટ બંનેમાં પોતાની વિચાર શક્તિ અને વિવિધ આયામો પર કુશળતાપૂર્વક ચર્ચા કરી હતી. ગુજરાત સરકાર તરફથી નિર્ણાયક ગણો ની હાજરીમાં આ વિદ્યાર્થીઓએ કુલ 20 થી પણ વધારે પ્રશ્નો પર ચર્ચા કરી. પ્રશ્નો વિશેની માહિતી , હાલના પ્રશ્નો અને સમાધાનને લઈ કુશળતાપૂર્વક ભારતના વિકાસ માટે વિકસિત ભારત માટે મોડેલ અને અલગ અલગ પાસાઓ ને રજુ કર્યા હતા. આ વિદ્યાર્થીઓએ વિધાનસભા , લોકસભા સાથે સાથે ભારતના બંધારણની તાલીમ પણ મેળવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *