


રૂ. ૩૭૫.૬૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર વિજાપુર નવીન એસટી ડેપો વર્કશોપ , રૂ.૧૩૮.૧૮ લાખના ખર્ચે લાડોલ અને રૂ.૧૭૧ લાખ ના ખર્ચે બનનારા કુકરવાડા નવીન બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત અને તકતી અનાવરણ કરવામાં આવ્યું
સાંસદશ્રી શારદાબેન પટેલના અધ્યક્ષ સ્થાને આજરોજ વિજાપુર ખાતે વિજાપુર એસટી ડેપો વર્કશોપ લાડોલ અને કુકરવાડા નવીન બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂ. ૩૭૫.૬૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર વિજાપુર નવીન એસટી ડેપો વર્કશોપ, રૂ.૧૩૮.૧૮ લાખના ખર્ચે લાડોલ અને રૂ.૧૭૧ લાખ ના ખર્ચે બનનારા કુકરવાડા નવીન બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત અને તકતી અનાવરણ કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવચનમાં સાંસદશ્રી શારદાબેન પટેલે જણાવ્યું હતું કે,” એસટી અમારી સલામત સવારી સાથે 1960 થી ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર પરિવહન નિગમ દ્વારા રાજ્યની બસ સેવાનો પ્રારંભ થયો છે. રાજ્ય તેમજ અન્ય રાજ્યોની પરિવહન જીવાદોરી સમાન એસટી બસ જાહેર પરિવહન ક્ષેત્રે ગુજરાતના ગામડાઓને સેવા આપી રહી છે. આધુનિક સુવિધાઓ અને સિસ્ટમ સાથે રાજ્યની પરિવહન સેવાઓ વિશેષ આકાર લઈ રહી છે. વર્ષ ૨૦૨૪-૨૫ માં અઢીસો ઈલેક્ટ્રીક બસો મૂકવાનું આયોજન છે જ્યારે ૨૫૦૦ જેટલા અધ્યતન ટેકનોલોજી વાહનો સુપર એક્સપ્રેસ, વોલ્વો વગેરે જેવી બસો જાહેર પરિવહન તો ટ્રેનથી લોકો સરળતાથી વાહન વ્યવહારની સેવા ભોગવી રહ્યા છે. જાહેર પરિવહનમાં સરકાર નફાના ધોરણે નહીં પણ સેવાના ભાગરૂપે કામ કરે છે .જેનો દૈનિક અવરજવર માટે અનેક યોજનાઓ સાથે વિવિધ વર્ગોની સુવિધાનો લાભ આપવામાં આવે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ છેવાડાના માનવીની ચિંતા કરી છે. તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારથી પ્રજાલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. વર્ષ ૨૦૪૭ સુધી વિકસિત ભારત અંતર્ગત વિવિધ વિકાસકાર્યો અને યોજનાઓ થકી ભારતના દરેક નાગરિકને આત્મનિર્ભર બનાવવા સરકાર પ્રયત્નશીલ છે તેમાં આપણે સહયોગ કરીએ…. સરકારની જાહેર સુવિધાઓનો લાભ લઈએ છીએ તેની સાચવણીઅને સ્વચ્છતા રાખીએ તેમજ વડાપ્રધાનશ્રીના ક્લિન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાને સાર્થક કરવામાં પ્રયત્ન કરીએ, સાથ આપીએ… આ તકે સાંસદ શ્રી શારદાબેન એ રાજ્ય સરકારના પરિવહનમાં એસટી બસની સુવિધાઓ અને સગવડો અંગે વિગતે માહિતી પૂરી પાડી હતી… અગ્રણી શ્રી ગીરીશભાઈ રાજગોરે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે,” રૂ. ચાર કરોડના ખર્ચે વિજાપુર ,લાડોલ અને કુકરવાડામાં એસટીની સુવિધાઓ સરકાર આપી રહી છે તેનું ખાતમુહુર્ત આજે કરવામાં આવ્યું છે . છેલ્લા 27 વર્ષથી સરકાર જનસુખાકારી માટે વિકાસકામો કરી રહી છે. તેમાંય પરિવહન સુવિધા જેમકે બસો, ટ્રેનો અને તેને સંલગ્ન સુવિધાઓ અને સગવડો , સ્વચ્છતા આપવા માટે સરકાર પ્રયત્નશીલ રહે છે. જાહેર પરિવહનનો ઉપયોગ કરી ઇંધણ બચાવીને દેશ સેવા કરીએ. દેશનું ઇંધણ બચાવીએ એમ પણ તેમણે આ તકે સૌને અનુરોધ કર્યો હતો, નાગરિક કોને મળતી સુવિધાઓનો સદુપયોગ કરીએ એમ પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું….. એપીએમસી વિજાપુરના ચેરમેનશ્રી કાંતિભાઈ પટેલે આ પ્રસંગે પ્રવચનમાં જણાવ્યું હતું કે,” ગેરંટી સાથેનું વિકસિત ભારત સરકાર પરિપૂર્ણ કરવા સક્રિય છે .આજે વિજાપુર એસટી વર્કશોપ તેમજ નવીનતામાં લાડોલ અને કુકરવાડા બસ સ્ટેન્ડના નિર્માણનું ખાતમુહુર્ત થયું છે. સરકાર તમામ ક્ષેત્રે નવી ઈમારત ,વ્યવસ્થાઓ અને પ્રાથમિક સુવિધા આપવા માટે કટિબદ્ધ છે. છેવાડાના માનવીને સગવડ મળે તે માટે સમયસર પરિવહન વ્યવસ્થા મળે તે માટે પણ સરકાર સતત પ્રયત્નશીલ રહે છે.
સ્વાગત પ્રવચનમાં શ્રી ડી.સી ઠાકરે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ મહેસાણા વિભાગની અને વિજાપુર એસટી ડેપો ની કામગીરી તેમજ કરાયેલા કામોની વિગતો રજૂ કરી હતી…. આભારવિધિ કુણાલબેન ઠાકરે કરી હતી…
આ પ્રસંગે સર્વશ્રી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તૃષાબેન પટેલ, પૂર્વ સાંસદશ્રી નટુજી ઠાકોર , બેચરાજીના ધારાસભ્યશ્રી સુખાજી ઠાકોર , પૂર્વ ધારાસભ્ય સર્વશ્રી ડો. સી.જે. ચાવડા . કાંતિભાઈ પટેલ , રમણભાઈ પટેલ તેમજ જિલ્લા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી ભરતભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, એસટી નિગમ સલાહકાર સમિતિના ચંદ્રકાંતભાઈ તેમજ અગ્રણી સર્વશ્રી જશીબેન મકવાણા, ભરતભાઈ પટેલ, મિતલબેન પટેલ, નારણભાઈ પહાડિયા, નૈમેશ પંડ્યા, સંજયભાઈ પટેલ ,વિજાપુર એસટી ડેપો મેનેજર વિજયભાઈ ચૌધરી વિભાગીય પરિવહન અધિકારી શ્રી વાય એન ચૌધરી મજૂર મહાજન પ્રતિનિધિ બી.ડી .મોદી તેમજ લેબર અધિકારી શ્રી બળવંતસિંહ ઝાલા અને એસટી ડેપોના કર્મયોગીઓ તેમજ વિજાપુરના અગ્રણીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ.. ડેવિડ પટેલ.
