“ધમ ધમા ધમ વાગ્યા ચૂંટણીના પડઘમ” નવસારી જીલ્લો ચૂંટણીમય બન્યો

ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં સ્વીપ અંતર્ગત મતદાર જનજાગૃતિ ગીત અને ચિત્ર પોસ્ટર સ્પર્ધા યોજાઈ

રિપોર્ટ, મયુર પટેલ

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને નવસારી જિલ્લા ની જુદી જુદી શાળાઓ દ્વારા મતદાર જનજાગૃતિ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે તે અંતર્ગત નવસારી જિલ્લાના સુપા ગામમાં આવેલ મહર્ષિ દયાનંદ સ્મારકના વિદ્યાર્થીઓ દ્વારા મતદાર જનજાગૃતિ ગીત રજૂ કરવામાં આવ્યું હતું ગીતના શબ્દો હતા “ધમ ધમા ધમ ધમ વાગ્યા ચૂંટણીના પડઘમ, ચાલો ભેરૂઓ મતદાન કરવા” મતદાર ગીતે આકર્ષણ જણાવ્યું હતું શાળાના તમામ વિદ્યાર્થીઓ દ્વારા મતદાન કરવા માટે અપીલ કરતાં ચિત્રો અને પોસ્ટરો બનાવવામાં આવ્યા હતા. માનવ સાંકળ રચીને આવનારી ચૂંટણીમાં પોતાના તમામ વાલી અને સોસાયટી અને મહોલ્લા ના તમામ લોકો લોકશાહીમાં ભાગીદાર બને તે માટે વિદ્યાર્થીઓ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને લોકશાહીનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. લોકશાહીનો પાયો મતદાન છે તેમ જણાવી વધુને વધુ લોકો મતદાન કરે તે માટે સુપા ગામના લોકોને અપીલ કરવામાં આવી હતી. મતદાન જનજાગૃતિ અભિયાન માટે વિદ્યાર્થીઓને ગુજરાત ગુરુકુલ સભાના પદાધિકારીઓ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નવસારી દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *