પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘અબ કી બાર, ૪૦૦ પાર‘ના સંકલ્પને સિદ્ધ કરવા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના સમર્થનમાં સરદાર પટેલ ગ્રૂપ SPG દ્વારા કલોલ ખાતે પાટીદાર મહાસભા યોજાઇ.

     ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા દસ વર્ષમાં સમૃદ્ધ, સુરક્ષિત અને શક્તિશાળી ભારતના નિર્માણના ધ્યેય સાથે દેશમાં તમામ ક્ષેત્રે અભૂતપૂર્વ કામગીરી થઈ રહી છે. ભાજપાની સૌના સાથ, સૌના વિકાસના મંત્ર સાથે સર્વસ્પર્શી, સર્વવ્યાપી અને સર્વસમાવેશક રાજનીતિને કારણે પ્રત્યેક સમાજ અને વર્ગનું બહોળું જનસમર્થન ભાજપાને મળી રહ્યું છે. આજે જનતામાં એ ભાવ જોવા મળી રહ્યો છે કે, મોદી હૈ તો મુમકિન હૈ ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના મતક્ષેત્રમાં સમાવિષ્ટ કલોલ ખાતે સરદાર પટેલ ગ્રુપ SPG દ્વારા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત પાટીદાર સમાજના નાગરિકોની ઉપસ્થિતિ વચ્ચે પાટીદાર મહાસભા યોજાઇ હતી જેમાં રાજ્ય સરકારના મંત્રીશ્રી ઋષિકેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. મોટી સંખ્યામાં ઉપસ્થિત પાટીદાર સમાજના નાગરિકોએ ગાંધીનગર લોકસભાના ભાજપાના ઉમેદવાર શ્રી અમિતભાઈ શાહને પ્રચંડ અને ઐતિહાસિક વિજય અપાવવા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘ અબ કી બાર, ૪૦૦ પાર‘ ના સંકલ્પને સિદ્ધ કરવા ૭ મી મેના રોજ કમળનાં નિશાન પર મત આપવા અને અન્યોને પ્રેરિત કરવા પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

     ઉપરોક્ત પાટીદાર મહાસભામાં રાજ્ય સરકારના મંત્રીશ્રી ઋષિકેશ પટેલ ઉપરાંત કલોલના ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર, કલોલ વિધાનસભાના પ્રભારી શ્રી ડો. ઋત્વિજ પટેલ, સંયોજક શ્રી ગોવિંદભાઈ પટેલ, SPG રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ગૌરાંગ પટેલ સહિત સરદાર પટેલ ગ્રુપના હોદ્દેદારો, સિનિયર આગેવાનો તથા અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM