બેલેવ્યુ યુનિવર્સિટીનેબ્રાસ્કાયુ.એસ.એ.ના પ્રેસિડેન્ટ ડો.મેરી હોકિન્સ ક્ડી સર્વ વિશ્વવિધાલયની ની ખાસ મૂલાકાતે

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ – કડી ગાંધીનગર સંચાલિત ક્ડી સર્વ વિશ્વવિધાલયની ખાસ મૂલાકાતે બેલેવ્યુ યુનિવર્સિટીનેબ્રાસ્કાયુ.એસ.એ.ના પ્રેસિડેન્ટ ડો.મેરી હોકિન્સપ્રથમ વખત ભારત પધાર્યા છે.કડી સર્વ વિશ્વ વિધાલયના ચેરમેન શ્રી વલ્લભભાઇ પટેલ તથા કે.એસ.વી. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનેશનલ રિલેશનના ડાયરેટર ડો. જીનલ જોષી દ્વારા ડો.મેરી હોકિન્સનુ ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.ડો.મેરી હોકિન્સે બેલેવ્યુ યુનિવર્સિટીયુ.એસ.એ.માં પ્રથમ અને સૌથી અસરકારક ઓનલાઈન લર્નિંગ શિક્ષણ પધ્ધતિની શરૂઆત કરી અમલીકરણ કર્યુ હતુ. ક્ડી સર્વ વિશ્વવિધાલયની અનોખી પરંપરા પ્રમાણે ડો.મેરી હોકિન્સે તેમના નામવાળી તકતી પાસે વૃક્ષારોપણ પણ કર્યુ હતું. ભારતીય મૂલ્યો અને સંસ્કારની કેડી પર ચાલતી આ ક્ડી સર્વ વિશ્વવિધાલયનીમૂલાકાતથી ડો.મેરી હોકિન્સ ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમના જણાવ્યા પ્રમાણે ક્ડી સર્વ વિશ્વવિધાલયનો ગૌરવશાળી ઇતિહાસ તેમને સાભળ્યો હતો.અને આ મૂલાકાત દ્વારા પ્રત્યક્ષ નિહાળ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *