શંખેશ્વરના આસપાસ ના ગામોમાં શ્રી ભક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા ધાબળા વિતરણ કરાયા

શંખેશ્વર મહાતીર્થ ની આસપાસ ના ગામોમાં કાંકરેજ દેશોધ્ધારક પૂ.આ.શ્રી વિજય ભક્તિસૂરીશ્વરજી મહારાજા અને મધુરભાષી પૂ.આ શ્રી ભાનુચંદ્રસૂરિશ્વરજી મ.સા.ની પુણ્યતિથિ નિમિત્તે શ્રી ભક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવેલ.તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા ના દિવ્ય આશીર્વાદ થી અને જ્યોતિષાચાર્ય ડો પૂ. આ.શ્રી હેમચંદ્રસુરીશ્વરજી મ.સા,પં.પ્ર ભક્તિરત્ન વિ.મ.સા,મુનિ હેમદર્શન વિ.મ.સા,મુનિ ભાગ્યચંદ્ર વિ.મ.સા,મુનિ નયશેખર વિ.મ.સા,મુનિ ભક્તિદર્શન વિ. મ.સા,મુનિ શૌર્યશેખર વિ.મ.સા આદિની પાવનકારી નિશ્રામાં શ્રી ભક્તિ સેવા ટ્રસ્ટ નેજાહેઠળ શિયાળાની કડકડતી ઠંડીમાં રક્ષણ મેળવવા માટે ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતાં.આ ધાબળા નું વિતરણ પૂજ્ય મુનિરાજ હેમદાર્શન વિજયજી મ.સા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ.આ ધાબળાના લાભાર્થી સુરેશભાઇ રમણીકલાલ ગાંધી, અરવિંદકુમાર જેઠાલાલ ગાંધી,લીલાવતીબેન ચંદુલાલ મોદી, ઉર્મિલાબેન કીર્તિભાઈ ગાંધી,જ્યોત્સનાબેન વિનોદભાઇ શાહ,કમળાબેન બાબુલાલ શાહ,તરૂબેન બાબુલાલ ગાંધી, દેવીબેન પુખરાજજી શાહ,રમેશભાઈ મણિલાલ શાહ, રસીલાબેન પ્રવિણચંદ્ર શાહ,હરેશભાઇ પ્રવિણચંદ્ર શાહ, પરમ ગુરૂભક્ત પરિવાર વિગેરે ગુરૂભક્તોએ લાભ લીધેલ.આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતિ વર્ષાબેન દોશી,જીલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર,સેવાભાવી જીજ્ઞાબેન શેઠ,કૌશલ જોષી વિગેરે ઉપસ્થિત રહી ધાબળા વિતરણ કરેલ.આ પ્રસંગે ભક્તિ સેવા ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓએ દરેક લાભાર્થી પરિવારોની ખૂબ ખૂબ અનુમોદના કરેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *