નવરાત્રીના તૃતીય નોરતે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે અંબાજી ધામમાં કર્યા માં અંબેના દર્શન

નવરાત્રીના પાવન પર્વના તૃતીય નોરતાના શુભ અવસરે ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂતને સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આદ્યશક્તિ માં જગદંબાના ચરણોમાં શીશ ઝુકાવી ભાવપૂર્વક દર્શન-અર્ચન કરવાનું પરમ સદ્ભાગ્ય પ્રાપ્ત થયું.માં અંબાના દરબારમાં ગુંજતા જયકારા, દિવ્ય ઊર્જા અને હજારો ભક્તોના અપાર શ્રદ્ધાભાવ વચ્ચે અત્યંત આધ્યાત્મિક શાંતિ અને અલૌકિક અનુભૂતિનો અનુભવ થયો. માં અંબા સમગ્ર ગુજરાત અને આપણી સનાતન સંસ્કૃતિની આસ્થાનું કેન્દ્રબિંદુ છે, જ્યાં દર્શન માત્રથી ભક્તો ધન્યતા અનુભવે છે.આ પાવન અવસરે ધારાસભ્યશ્રીએ જગતજનની માં અંબેના ચરણોમાં પ્રાર્થના કરી હતી કે સૌ પર માંના આશીર્વાદ કાયમ વરસતા રહે અને દરેકના મનોરથ પૂર્ણ થાય તેવી હૃદયપૂર્વક પ્રાર્થના કરી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *