શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પ્રવાસન મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો

શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે આજે અહીં કેન્દ્રીય પ્રવાસન મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. સચિવ, પ્રવાસન મંત્રાલય કુ. વી. વિદ્યાવતીએ,મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે, મંત્રીનું સ્વાગત કર્યું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001tryrtyrtC713.jpg

શ્રી શેખાવતને પ્રવાસન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા મંત્રાલયની યોજનાઓ અને પહેલો વિશે ટૂંકમાં જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે બોલતા શ્રી શેખાવતે આભારની લાગણી વ્યક્ત કરી હતી કે, તેમને ભારતને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરવાની અને વિશ્વને આપણા દેશમાં આમંત્રિત કરવાની આ જવાબદારી સોંપવામાં આવી છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમની વિવિધ મુલાકાતો અને શબ્દો મારફતે આપણી પ્રવાસન સંભવિતતા પર ભાર મૂક્યો હોવાથી આપણે તેને વધારવાની દિશામાં કામ કરીશું, જેમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીનાં આપણાં વિવિધ કુદરતી અને સાંસ્કૃતિક વારસાનાં સ્થળો પર પ્રકાશ પાડવામાં આવશે.”

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002fdfgdfgfdDX89.jpg

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *