




ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન પટેલ એ શ્રી સ્વામિનારાયણ મંદિર સેક્ટર – 2 (અમદાવાદ શ્રી નરનારાયણદેવ દેશ તાબા) માં બિરાજમાન ભગવાનશ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણદેવ, શ્રી રાધાકૃષ્ણ દેવના દર્શન કર્યા.
આ અવસરે મેયરશ્રી એ આરતી ઉતારીને નગરજનોની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. આ વેળાએ પદાધિકારીશ્રીઓ અને હોદેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
