ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ વધુ એક શિક્ષણલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય

શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આ સૂચિત ભરતી કેલેન્‍ડરનાં સમયબદ્ધ અમલીકરણ થકી ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્‍ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્‍ડરને આખરી ઓપ આપ્યો છે.

શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આ સૂચિત ભરતી કેલેન્‍ડરનાં સમયબદ્ધ અમલીકરણ થકી આગામી ઓગષ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન જુદી-જુદી સંભવિત તારીખોએ વિવિધ જગ્યાઓ પર અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આગામી ઓગસ્ટ-2024થી ડિસેમ્બર-2024 દરમિયાન વિવિધ તબક્કે સંભવત: અંદાજે 24,700થી વધુ શિક્ષકોની ભરતી થશે

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM