રૂપાલમાં ૫૦૦૦ વૃક્ષોનાં વાવેતરનો મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાના હસ્તે શુભારંભ

ગાંધીનગર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ડીજીએમ દેબેન્દ્ર કુમાર સાહુ, ઉપસ્થિત રહ્યા હતા.

એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા 5000 વૃક્ષોનાં વાવેતર અભિયાનમાં જોડાયાં. નવચેતના સ્વાભિમાન ચેરિટેબલ ફાઉન્ડેશનના ઉપક્રમે અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને સરપંચ શ્રી, ગ્રામ પંચાયત, રૂપાલના સહયોગથી, ગ્રામ પંચાયતની જમીન ઉપર અલગ અલગ 28 જાતનાં, ઓછી જગ્યામાં વધુ વૃક્ષો વાવી શકાય એવી મિયાવાકી પદ્ધતિથી , ગુંદી, ફાલસા ,બોર ,સીતાફળ, પીપળા, ગરમાળો ,ડમરો, લીમડો, શેતૂર, આસોપાલવ, બોરસલી, ચંપા, સેવન ,કેસુડા જેવાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે. આ પ્રસંગે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના વિચરતી, અર્ધ વિચરતી અને વિમુક્ત જાતિના વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય શ્રી ભરતભાઈ પટણી, ગાંધીનગર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ડીજીએમ દેબેન્દ્ર કુમાર સાહુ, નવચેતના ચેરિટેબલ ફાઉન્ડેશનના સંકલન કર્તા શ્રી કુલદીપ સગર ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *