ડાંગ જિલ્લાના ખાતળ ખાતે જાહેર સભા ને સંભોધતા ચૂંટણી સહ ઇન્ચાર્જ અશોકભાઈ ધોરજીયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે, ત્યારે ડાંગ જિલ્લાના ખાતળ ખાતે જાહેર સભા ને સંભોધતા ચૂંટણી સહ ઇન્ચાર્જ અશોકભાઈ ધોરજીયાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે વિધાનસભા ની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય બાદ કોંગ્રેસના નેતાઓ ભાજપના વિકાશ સાથે ભળી જતા કોંગ્રેસના સુપડાસાફ થઈ ગયા છે,તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર નો ભય ભાળી ગયેલા પ્રદેશ કોંગ્રેસ દ્વારા ડાંગ પાર્ટી પ્રમુખ ને રાતોરાત બદલી નાખવાની નોબત ઉભી થવા પામી તે આશ્ચર્ય જેવું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર માં વ્યસ્ત બની ગયા છે. સોમવારે વઘઇ તાલુકાના ખાતળ ગામે યોજાયેલ ચૂંટણી પ્રચાર સભામાં ઇન્ચાર્જ અશોકભાઈ ધોરજીયા એ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

ડાંગ જિલ્લામાં કોંગ્રેસના કદાવર નેતાઓ ભાજપની કંઠી ધારણ કરી લેતા કોંગ્રેસ મુક્ત ડાંગ ની દિશામાં જઈ રહી હોય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ કોંગ્રેસના પાર્ટી પ્રમુખ ને હટાવી લેવાતા રાજકીય માહોલ ગરમાયો છે.રાજકીય ચર્ચા મુજબ કોંગ્રેસ પ્રમુખ ની નબળી કામગીરી હોય તેમજ ખમતીધર નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ જતા પ્રદેસ કોંગ્રેસ દ્વારા મોતીલાલ ચૌધરી ને પાર્ટી પ્રમુખ માંથી ખસેડી લેતા કોંગ્રેસ છાવણીમાં હડકમ્પ મચી જવા પામ્યો હતો.ભાજપ દ્વારા સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીની વ્યૂહરચના માટે સમગ્ર જિલ્લામાં ચૂંટણી પ્રચારમાટે નેતાઓ,કાર્યકર્તાઓ ઘર ઘર સંપર્ક કરી લોકોનો વિશ્વાસ મેળવી રહ્યા છે. તેમજ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા અને સહ ઇન્ચાર્જ અશોકભાઈ ધોરજીયાની જોડી ચૂંટણી રણનીતિ થી કોંગ્રેસને પરસેવો પાડી રહ્યા છે.

રિપોર્ટ ડાંગ =અમરનાથ જગતાપ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *