ગાંધીનગર જિલ્લા ભાજપા પ્રમુખ તરીકેની પુનઃવરણી માટે ગુજરાત અને કેન્દ્રિય ભાજપાના શીર્ષસ્થ નેતૃત્વનો આભાર વ્યક્ત કરતા શ્રી અનિલભાઈ પટેલ

સફળતાપૂર્વકના કાર્યકાળનો સમગ્ર શ્રેય સાથી પદાધિકારીઓ અને જીલ્લા ભાજપાના કાર્યકરોને આપતા શ્રી અનિલભાઈ પટેલ

ભાજપા એ વિચાર છે, એક પરિવાર છે. વ્યક્તિ નહિ પરંતુ સંસ્થા હંમેશા મહાન – શ્રી અનિલભાઈ પટેલ

જવાબદારી કોઈપણ હોય પણ આપણી અંદરનો શિસ્તબદ્ધ કાર્યકર્તા જાગૃત રહે તે અત્યંત આવશ્યક – શ્રી અનિલભાઈ પટેલ

 ગાંધીનગર જિલ્લા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં પ્રમાણે આજે ગાંધીનગર જિલ્લા ભાજપા પ્રમુખ તરીકે શ્રી અનિલભાઈ પટેલની પુનઃવરણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી પટેલના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજ્યથી લઈને સંસદની ચૂંટણીઓમાં ગાંધીનગર જિલ્લામાં ભાજપાએ જ્વલંત પરિણામો મેળવ્યા છે. શ્રી પટેલની સંગઠનાત્મક કુશળતા અને સૌને સાથે લઈને ચાલવાની પ્રકૃતિનેને લઈને પાર્ટીએ જિલ્લા પ્રમુખ તરીકેની ફરી એકવાર જવાબદારી સોંપી છે.
આ તબક્કે શ્રી અનિલભાઈ પટેલે આ જવાબદારી બદલ આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ, ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડાજી, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર પાટીલજી, જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, જિલ્લા ભાજપા પ્રભારી શ્રી અશોકભાઈ ચૌધરી, જિલ્લાના સર્વે ધારાસભ્યશ્રીઓ સહિતના શીર્ષસ્થ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો. શ્રી પટેલે તેમના સફળતાપૂર્વકના કાર્યકાળનો સમગ્ર શ્રેય સાથી પદાધિકારીઓ અને જીલ્લાના કાર્યકરોને આપ્યો હતો.
શ્રી અનિલભાઈ પટેલે આ દાયિત્વ માટે અહર્નિશ કર્તવ્યશીલ રહેવાની કટિબદ્ધતા વ્યક્ત કરતા કહ્યું હતું કે ભાજપા એ વિચાર છે, ભાજપા એ પરિવાર છે.ભાજપા એ પંચનિષ્ઠ મૂલ્યોને વરેલી લોકતાંત્રિક સંસ્થા છે. ભાજપા માટે સતા એ સેવાનું માધ્યમ છે. તેઓએ કહ્યું હતું કે વ્યક્તિ નહિ પરંતુ સંસ્થા હંમેશા મહાન હોય છે. ભાજપમાં કાર્યકર્તા એ પાર્ટીનો પ્રાણ છે.
શ્રી પટેલે કહ્યું કે ભાજપા એ વિશ્વનું સૌથી મોટું અને કેડર બેઇઝ રાજકીય સંગઠન છે. ભાજપાનો પ્રત્યેક કાર્યકર્તા શિસ્ત, સેવા અને સંગઠનને વરેલો હોય છે. જવાબદારી કોઈપણ હોય પણ આપણી અંદરનો શિસ્તબદ્ધ કાર્યકર્તા જાગૃત રહે તે અત્યંત આવશ્યક છે. આપણા સૌનું અંતિમ લક્ષ્ય સંગઠન થકી સેવાનું છે તે કદી ના ભૂલીએ.
અંતમાં શ્રી પટેલે આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ તેમજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકસિત ભારત અને અંત્યોદયના ઉત્થાન માટેના સંકલ્પોને પરિપૂર્તિ માટે સૌ સાથે મળીને પ્રતિબદ્ધ બનવા આહવાન કર્યું હતું.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM