પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન કવનની પ્રદર્શની એસ.પી.રિસોર્ટ ચિલોડા ખાતે ખુલ્લી મૂકતા જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ
ગાંધીનગર જિલ્લા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે જિલ્લા ભાજપા અધ્યક્ષશ્રી અનિલભાઈ પટેલના વરદ હસ્તે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન કવનની પ્રદર્શની એસ.પી.રિસોર્ટ ચિલોડા ખાતે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રદર્શનનું આયોજન જિલ્લા ભાજપા ઉપાધ્યક્ષ શ્રી રાકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન ૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી વિવિધ સેવાકીય પ્રવૃતિઓના માધ્યમથી " સેવા પખવાડા" ઉજવાઈ રહ્યું છે. તેના અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના બાળપણ, સંઘ અને સંગઠનમાં તેમની ભૂમિકા, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેની તેમની સિદ્ધિઓ, વિદેશ નીતિ અને જન કલ્યાણ યોજનાઓમાં તેમનું યોગદાન વિગેરે પ્રેરણાદાયી બાબતોથી નાગરિકો અવગત થાય તે હેતુસર આ પ્રદર્શનનું આયોજન ગાંધીનગર જિલ્લા ભાજપના ઉપક્રમે કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે જિલ્લા ભાજપા મહામંત્રીશ્રી રમણભાઈ દેસાઈ સહિત જિલ્લા ભાજપાના હોદેદારો, કલોલ, માણસા અને દહેગામ ભાજપા પ્રમુખ/ મહામંત્રીશ્રીઓ, પદાધિકારીઓ, જિલ્લા / તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના સભ્યો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.