ઊંઝા ખાતે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ઉર્જા મંત્રીશ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને નવમ શ્રી ઉમિયા ચંદ્રક સન્માન સમારોહ યોજાયો


મંત્રીશ્રીના હસ્તે તેજસ્વી તારલાઓને શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડ, સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ઉર્જા મંત્રીશ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે નવમ શ્રી ઉમિયા ચંદ્રક સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં મંત્રીશ્રીના તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પાટીદાર સમાજના ૧૨૨ દિકરા દીકરીઓને શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડ તેમજ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સંબોધન કરતા ઉર્જા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કડવા પાટીદાર સમાજના પરિવારો દુનિયાના ૧૩૨ દેશમાં વસવાટ કરતા થાય છે.જેમાં ઈસરોના એક યુવા વૈજ્ઞાનિક, ગુજરાતની એકમાત્ર ઈન્ટરનેશનલ બોંક્સીંગ ખેલાડી ૧૯ વર્ષની દિકરી, આંતરરાષ્ટ્રીય કક્ષાએ અન્ડર ૧૯ ક્રિકેટ રમનાર કચ્છનો ખમીરવંતો દિકરો, રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર બે ડીવાયયએસપી,એક પ્રીન્સીપાલ એક આર્મીના મેજર,પીએચડી એમફીલ કરનાર ત્રણ દિકરા દિકરી,એન્જીનીયરીંગ, સીએ.એમફાર્મ સહિતની ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી પ્રાપ્ત કરનાર ૧૨૨ દિકરા દિકરીઓને શ્રી ઉમિયા ચંદ્રક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે શિક્ષણ એ આજના સમયની પ્રાથમિક જરૂરિયાત છે. શિક્ષણ વિના કોઈ સમાજની પ્રગતિ થઈ શકતી નથી માટે શિક્ષણનું મહત્વ સમજી તેનો વ્યાપ વધારવા તેમજ કડવા પાટીદાર સમાજ દ્વારા જે તેજસ્વી તારલાઓના સન્માનનો કાર્યક્રમ દર ત્રણ વર્ષે આયોજિત કરવામાં આવે છે, તે ખરેખર ગૌરવનો વિષય છે. પાટીદાર સમાજના દીકરા દીકરીઓ શિક્ષિત બની સમાજની સાથે રાજ્યનું નામ રોશન કરે તે માટે આવા સન્માન સમારોહ કાર્યક્રમ ખૂબ મહત્વના સાબિત થતા હોય છે. આ તકે મંત્રીશ્રીએ સન્માનિત વિદ્યાર્થીઓને ભવિષ્યમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમમાં લોકસભાના સાંસદશ્રી હરિભાઈ પટેલ, ઊંઝા ધારાસભ્યશ્રી કિરીટભાઈ પટેલ, મહેસાણા ધારાસભ્યશ્રી મુકેશભાઇ પટેલ, ઊંઝા શ્રી ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, ગુજરાત વિધાપીઠના કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ, ઊંઝા એપીએમસીના ચેરમેનશ્રી દિનેશભાઈ પટેલ, જયંતીભાઈ પટેલ, કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ સહિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM