તારીખ ૨૫ ડિસેમ્બરના રોજ ભારત રત્ન ભૂતપૂર્વ વડાપ્રધાન આદરણીય શ્રી અટલબિહારી બાજપાઈજીના ૧૦૦ વર્ષ પુરા થવાના ઉપક્રમમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના જન્મ શતાબ્દી વર્ષને ” અટલ સ્મૃતિ વર્ષ ” તરીકે ઉજવવામાં આવશે

તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી — સુરત મહાનગર દ્વારા તારીખ ૨૫ ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર સુધીમાં સુશાસન અઠવાડિયા રૂપે અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે .

તારીખ ૨૫ ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર સુધીમાં ભારતીય જનતા પાર્ટી – સુરત મહાનગર દ્વારા ગુજરાત પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી ( પંચાલ ) ની સૂચના અનુસાર તથા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી માનનીય શ્રી સી આર પાટીલજીના માર્ગદર્શન હેઠળ અને સુરત શહેર પ્રમુખ શ્રી પરેશ પટેલજીના નેતૃત્વમાં અનેકવિધ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું છે .

જે પૈકી તારીખ ૨૫ ડિસેમ્બરના રોજ સવારે સાડા દસ વાગ્યાથી ચાર વાગ્યા સુધી ચોક બજાર પાસે આવેલા ઐતિહાસિક કિલ્લામાં ભારત રત્ન ભૂતપૂર્વ વડાપ્રધાન આદરણીય શ્રી અટલ બિહારી બાજપાઈજીના જીવન ચરિત્ર ઉપર એક પ્રદર્શની નું આયોજન કરવામાં આવ્યું હતું .

સાથે સાંસદ ખેલ મહોત્સવનું સમાપન પણ સાંજે સુરત ખાતે આવેલા ઐતિહાસિક કિલ્લામાં રાખવામાં આવ્યું હતું જેમાં જે લોકો વિજેતા બન્યા છે તેમને ટ્રોફી અને મેડલ તથા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા .

૨૪ સુરત લોકસભાના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ દ્વારા સાંસદ ખેલ મહોત્સવનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું .

પ્રસંગોચિત ઉદબોધન કરતા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી માનનીય શ્રી સી આર પાટીલજીએ એક પત્રકાર , એક કવિ , દેશને અણુશક્તિ આપનારા , અજાતશત્રુ એવા ભારત રત્ન ભૂતપૂર્વ વડાપ્રધાન બાજપાયેજીને બિરદાવતા કહ્યું કે આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આવા નેતા મળ્યા છે કે જેમનું સન્માન અને આદર પક્ષ અને વિપક્ષના સર્વે નેતાઓ અને કાર્યકર્તાઓ કરે છે .

તેમણે જણાવ્યું કે સાંસદ ખેલ મહોત્સવની નોંધ આખો દેશ લે છે . આદરણીય પ્રધાનમંત્રી મોદીજી હંમેશા નવા પ્રયોગ કરવા માટે જાણીતા છે .
મુખ્યમંત્રી તરીકે તેમણે ” વાંચે ગુજરાત ” નો પ્રયોગ કર્યો હતો .

તેમણે નળ સે જળ યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે ૧૫ કરોડ ઘરમાં શુદ્ધ પાણી આપવામાં આવ્યું છે અને ચાર કરોડ ઘરની યોજના ચાલી રહી છે .

સાંસદ ખેલ મહોત્સવ વિશે જણાવતા તેમણે કહ્યું કે સાડા સાતસો જેટલા લોકસભા અને રાજ્યસભા ના સાંસદો ખેલ મહોત્સવનું આયોજન કરે છે તેમાં આજના બાળકો તથા યુવાનો જે મોબાઇલ એડિક્ટ થઈ ગયા છે તેમને મેદાનમાં રમાતી વિસરાતી પરંપરાગત રમતો રમાડવામાં આવે છે અને તેમને શારીરિક તંદુરસ્તીનું મહત્વ સમજાવવામાં આવે છે .

તેમણે આ સાથે વર્ષ ૨૦૩૦ માં ગુજરાતમાં રમાનારી કોમનવેલ્થ સ્પર્ધાનો ઉલ્લેખ કયો હતો અને સાથે તેમણે બાળકોને અને યુવાનોને મેદાનમાં રમાતી પરંપરાગત અને શારીરિક તંદુરસ્તી આપતી રમતો રમવા માટે આહવાન કર્યું હતું .

અંતમાં તેમણે સ્વછતા નો ઉલ્લેખ કરતા સુરત મહાનગર સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે આવ્યું તેના માટે સહુ સુરતીવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા .

ઉપરોક્ત પ્રસંગે સુરત મહાનગરના મેયર શ્રી દક્ષેશ માવાણી , ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ , ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ , ભારતીય જનતા પાર્ટી– સુરત મહાનગરના મહામંત્રી શ્રી કિશોરભાઈ બિન્દલ, શ્રી કાળુભાઈ ભીમનાથ , સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજન પટેલ , શાસક પક્ષ નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી તથા નગરસેવકશ્રીઓ , નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્યો સહિત મોટા પ્રમાણમાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM