
અજય ખત્રી
માંડવી તાલુકા ના રાયણ ગામે શ્રી રાજરાજેશ્વરી માતારાણી ભટીયાણીમા નો આઠમો પાટોત્સવ ઉજવાયો હતો
આ પાઠોત્સવ માં ભાવિકો એ ભાવભેર ભાગ લીધો હતો.આ પાવન પ્રસંગએ દેવપૂજન,ગુરૂ પૂજન,ધ્વજપૂજન,આરતી,મહાપ્રસાદ,રાસગરબા,મહાઆરતી,કોરીપાટ સંતવણી નું આયોજન કરાયું હતું.
પૂજન અર્ચન દીપેશભાઈ જોષી (રામપર વેકરા ) એ વિધિવત પૂજા કરાવી હતી.સંતવાણી ના મુખ્ય કલાકાર નવિનાથ બાપુ (ભચાઉ વાળા) , જીતુભાઇ ગઢવી રહ્યા હતા.નિમંત્રક મોહનબા ભરતસિંહ સોઢા,શ્રી મુરૂભા સોઢા,શ્રી ભરતસિંહ મુરૂભા સોઢા પરિવાર રહ્યો હતો.સમગ્ર સોઢા પરિવાર આ આયોજન માં સહયોગી બનીશ્રી રાજરાજેશ્વરી માતારાણી ભટીયાણીમા ના આશિષ મેળવ્યા હતા.


