
લોકો ની પ્રથમ પસંદગી ભાજપ ના ઉમેદવારો જ છે
અજય ખત્રી
માંડવી પ્રચારઝુંબેશ જ્યારે અંતિમ તબક્કા મા છે ત્યારે માંડવી શહેર ના વોર્ડ નાં.૮ ના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે.

પાયા ની સુવિધા ને લઈ અમો પ્રજા સમક્ષ નીકળ્યા છીએ જેનો અમને ખુબ આનંદ છે અને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે
આ વિસ્તાર ની વાત કરી એ તો બ્રહ્મક્ષત્રિય સમાજ જુના જનસંધી અને પૂર્વ નગરપતિ નારાણજી ભાઈ મચ્છર બાદ લોકો હેતલબેન સોનેજી ને પ્રાધાન્ય આપી નારાણભાઈ ના પ્રેરક વિચારો તેમના માં જોઈ રહ્યા છેડોર ટુ ડોર પ્રચાર માં અનેરો આવકાર આપી રહ્યા છે તેની ખુશી વ્યકત કરતાં વોર્ડ નંબર ૮ માં ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર હેતલ ચેતન સોનેજી વિશેષ માં જણાવ્યું હતું કે ગુજરાત આખું જ્યારે ભારતીય જનતા પાર્ટી પર મીટ માંડી જે રીતે મહાનગરપાલિકા ને ભવ્ય વિજય અપાવ્યો હતો તે જ રીતે નગરપાલિકા વિસ્તારો ના લોકો પોતાના પસંદગી ના ઉમેદવારો ને જીતાડવા થનગની રહ્યા છે લોકો નો ઉત્સાહ જોતાં લાગે છે કે અમારા વોર્ડનંબર ૮ માં ભારતીય જનતા પાર્ટીના બધાજ ઉમેદવારો વિજય બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો..