સિદ્ધપુર નગર પાલિકાના પ્રમુખ પદ પર શ્રી રણજીતસિંહ ઠાકોર તથા ઉપ પ્રમુખ પદ પર શ્રી પ્રમોદભાઇ પટેલ ની વરણી થવા બદલ ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂતે મુલાકાત કરી

સિદ્ધપુર નગર પાલિકાના પ્રમુખ પદ પર શ્રી રણજીતસિંહ ઠાકોર તથા ઉપ પ્રમુખ પદ પર શ્રી પ્રમોદભાઇ પટેલ ની વરણી થવા બદલ ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂતે મુલાકાત કરી હાર્દિક અભિનંદન પાઠવ્યા. આ અવસરે બંને આગેવાનો સાથે સિદ્ધપુર શહેરના સર્વાંગી વિકાસ, પારદર્શક વહીવટ અને જનકલ્યાણના કાર્યોને વધુ ગતિ મળે તે બાબતે માર્ગદર્શન અને શુભેચ્છાઓ પાઠવી હતી.

સિદ્ધપુરની જનતાની અપેક્ષાઓને પૂર્ણ કરતા વિકાસલક્ષી કાર્યો, નાગરિક સુવિધાઓમાં વધારો તથા સેવા ભાવના સાથે કાર્ય કરી નગર પાલિકાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી. જનહિતના કાર્યોમાં સૌના સહકારથી સિદ્ધપુર વધુ પ્રગતિશીલ અને સ્વચ્છ શહેર તરીકે આગળ વધે તેવી આશા વ્યક્ત કરી.

આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રીશ્રીઓ, પ્રભારીશ્રી, એપીએમસી ચેરમેન, નગરપાલિકાના સદસ્યો, સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *