સેવા સંકલ્પ કળશ યાત્રાનો શુભારંભ સુરત મહાનગર થી ઉનાઈ જવા ટીમ રવાના

વડનગરથી વારાણસી જનાર કળશ યાત્રાનો સુરતમાં પંડિત દિન દયાલ ઉપાધ્યાય ભાજપ કાર્યાલયથી ભવ્ય શુભારંભ, ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર અધ્યક્ષ શ્રી પરેશ ભાઈ પટેલ, મહામંત્રી શ્રી દુર્ગા પ્રસાદ પાંડેજી,ભારતીય જનતા પાર્ટી દ્વારા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જાહેર જીવન અને જન સેવાના અવરીત 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં આયોજિત સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સુરત મહાનગરથી ઉનાઈ બાઈક યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો.
સેવા સંકલ્પ કળશમાં તાપી મૈયાનું જળ લઈને ત્યારબાદ બાઈક રેલી ઉનાઈ થઈને વિવિધ ગામડાઓમાંથી પસાર થઈ ને વડનગર જવા માટે રવાના થશે.

આ કાર્યક્રમમાં સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અધ્યક્ષ બીપીનભાઈ તળાવીયા સાથે યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અન્ય 25- બાઈક લઈને ટીમ સમગ્ર સુરત મહાનગરમાંથી ઉનાઈ ભેગા થઈને વિવિધ ગામડાઓમાંથી પસાર થઈ ને વડનગર જવા માટે રવાના થશે. તેમજ સુરતના અન્ય વિસ્તારમાંથી કાર્યકરો મોટી સંખ્યામાં બાઈક લઈને ઉનાઈ પહોચશે. ત્યાંથી વડનગર પહોચશે.
આ પ્રસંગે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ શ્રી પરેશ પટેલે જણાવ્યું કે આ યાત્રા પવિત્ર તાપી નદીનું જળ લઈને ઉનાઈ થઈને વિવિધ ગામડાઓમાંથી પસાર થઈને વડનગર પહોચશે. ત્યાં હાટકેશ્વર મહાદેવ મંદિરે તાપી જળ ના જળ દ્વારા હાટકેશ્વર મહાદેવ ને જળાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ત્યાંથી વારાણસી જવા માટે રવાના થશે.