સુરત જિલ્લા ભાજપ દ્વારા બારડોલી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ

SIR મુદ્દે કોંગ્રેસના આક્ષેપો સામે ભાજપનો પલટવાર, ચૂંટણી પંચની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરાઈ

 

સુરત જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય, બારડોલી ખાતે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ સમીર મોદી અને સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં તાજેતરમાં ચૂંટણી પંચની SIR પ્રક્રિયાને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ અંગે ભાજપ તરફથી પોતાનો પક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

સુરત જિલ્લા ભાજપા પ્રમુખ ભરત ભાઈ રાઠોડેએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવાયું હતું. કે છેલ્લા કેટલાક દિવસોથી એક અખબારમાં પ્રકાશિત થયેલા લેખને આધારે ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થા સામે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત ભાઈ રાઠોડના જણાવ્યા મુજબ, કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા આ મુદ્દે કરવામાં આવેલા આક્ષેપોથી લોકોમાં ગેરસમજ ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

પત્રકાર પરિષદમાં ચૂંટણી પંચના SIR સંબંધિત નિર્ણયો અંગે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ત્યાર બાદ સુરત જિલ્લા પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદી એ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું. કે . મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ચૂંટણી કમિશનરો દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતાઓ બાદ SIR અંગેના નિર્ણયોમાં મતભેદ હોવાના આક્ષેપો અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ છે.

SIR દરમિયાન મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેના Form-6 અંગે પણ ભાજપ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. ચૂંટણી પંચના વર્તમાન મતદાર સેવા પોર્ટલ પર Form-6 તથા સંબંધિત Declaration Form ઉપલબ્ધ હોવાનું સત્તાવાર રીતે દર્શાવવામાં આવ્યું છે.

ભાજપના આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે SIR દરમિયાન મતદારોની ચકાસણી અને દસ્તાવેજી પ્રક્રિયા અંગે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટના 27 મે 2026ના નિર્ણયમાં બિહારમાં SIRની પ્રક્રિયા, દસ્તાવેજોની ચકાસણી, મતદાર યાદી અને સંબંધિત કાનૂની પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

ભાજપ દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષ પર ચૂંટણી પંચની કામગીરીને લઈને રાજકીય આક્ષેપો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ભાજપના નેતાઓએ કહ્યું હતું કે ચૂંટણી પરિણામો અંગે અગાઉ EVM અને ત્યારબાદ SIR સહિત વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે અને હવે ચૂંટણી પંચને નિશાન બનાવવામાં આવી રહ્યું છે.

પત્રકાર પરિષદમાં ભાજપ તરફથી એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો કે કોંગ્રેસ દ્વારા SIR અને ચૂંટણી પ્રક્રિયાને લઈને “ફેક નેરેટિવ” ઊભો કરવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે તથ્યો સામે અફવાઓ અને ગેરસમજ લાંબા સમય સુધી ટકી શકતી નથી.

જિલ્લા ભાજપા પ્રમુખ ભરતભાઈ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે દેશની લોકશાહી પ્રક્રિયા અંગે કરવામાં આવતા પ્રશ્નો અને આક્ષેપો વચ્ચે મતદાર યાદીની પ્રક્રિયા તથા ચૂંટણી વ્યવસ્થાને લઈને તથ્યોને સમજવાની જરૂર છે. ચૂંટણી પંચ પોતે તેને ભારતની ચૂંટણી પ્રક્રિયા સંચાલિત કરતી સ્વાયત્ત બંધારણીય સંસ્થા તરીકે વર્ણવે છે.

પત્રકાર પરિષદના અંતે ભાજપના આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતની વૈશ્વિક ભૂમિકા અંગે પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. સાથે જ તેમણે જણાવ્યું હતું કે દેશની લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયા અંગે જનતાનો વિશ્વાસ જળવાઈ રહે તે જરૂરી છે.

આ સમગ્ર પત્રકાર પરિષદ દરમિયાન ભાજપે SIR મુદ્દે કોંગ્રેસના આક્ષેપોને રાજકીય દાવા ગણાવી ચૂંટણી પંચની પ્રક્રિયા અંગે ઉપલબ્ધ સત્તાવાર માહિતીના આધારે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. આ પત્રકાર પરિષદ માં સુરત જિલ્લા ભાજપા પ્રમુખ ભરતભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદી, જિલ્લા મીડિયા કન્વીનર તેજસ વશી ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *