પાટણ જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘની વાર્ષિક સાધારણ સભા અને સહકાર સંમેલન સંપન્ન

સહકાર થકી સમૃદ્ધિના ધ્યેય સાથે ખેડૂતોને આધુનિક કૃષિ તરફ પ્રોત્સાહિત કરાયા – ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત

આજરોજ પાટણ જિલ્લા સહકારી ખરીદ અને વેચાણ સંઘ લિમિટેડની વાર્ષિક સાધારણ સભા તેમજ ઇફકો પાટણ દ્વારા આયોજિત પાક પરિસંવાદ અને ભવ્ય સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સંમેલનમાં સિદ્ધપુર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ મંત્રીશ્રી માન. બલવંતસિંહ રાજપૂત ના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. તેમના અધ્યક્ષ સ્થાને સહકારી ક્ષેત્રના વિકાસ અને ખેડૂત કલ્યાણલક્ષી વિવિધ મુદ્દાઓ પર સાર્થક ચર્ચા કરવામાં આવી હતી.

ખેડૂત સમૃદ્ધિ એ જ મુખ્ય ધ્યેય
પ્રસંગે ધારાસભ્યશ્રીએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, “સહકારી સંસ્થાઓ ગ્રામ્ય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સહકાર સે સમૃદ્ધિ’ ના સ્વપ્નને સાકાર કરવા માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે. ખેડૂતોને સમયસર ગુણવત્તાયુક્ત બિયારણ, ખાતર, નવીન ટેક્નોલોજી અને બજાર વ્યવસ્થા મળી રહે તે માટે સહકારી સંઘ કટિબદ્ધ છે.”તેમણે વધુમાં જણાવ્યું હતું કે આધુનિક કૃષિ પદ્ધતિઓ જેવી કે પ્રાકૃતિક ખેતી, ટપક સિંચાઈ પદ્ધતિ, અને ઇફકોના નેનો ખાતરના ઉપયોગ અંગે ખેડૂતોમાં જાગૃતિ લાવવી જરૂરી છે, જેથી ઉત્પાદન ખર્ચ ઘટે અને આવક બમણી થાય.

પરિસંવાદમાં મુદ્દાઓ પર ભાર મુકાયો:

  • સહકારી મંડળીઓને વધુ સક્રિય અને પારદર્શક બનાવવી.

  • ખેડૂતોને ઇફકોના ગુણવત્તાયુક્ત અને નવીન ખાતરો વિશે માર્ગદર્શન.

  • પાક વીમા અને સરકારની ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના ખેડૂત સુધી પહોંચાડવો.

આ કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રના અગ્રણીઓ શ્રી કે.સી. પટેલ, શ્રી રમેશભાઈ સિંધવ, શ્રી સંજયભાઈ પટેલ, શ્રી બાબુજી ઠાકોર, શ્રી વિનોદભાઈ પટેલ, શ્રી સ્નેહલભાઈ પટેલ, શ્રી કેશુભા પરમાર, શ્રી લાલજીભાઈ દેસાઈ, શ્રી વિષ્ણુભાઈ પટેલ, શ્રી કરશનજી જાડેજા, શ્રી પ્રહલાદભાઈ પટેલ, શ્રી વાઘજીભાઈ, શ્રી ભોજાભાઈ આહીર, શ્રી પ્રધાનજી ઠાકોર, શ્રી સોમાજી ઠાકોર, શ્રી પ્રહલાદજી ઠાકોર, શ્રી મહિપતસિંહ જાડેજા, શ્રી રસુલભાઈ, શ્રી શંભુભાઈ દેસાઈ, શ્રી લાલાભાઈ દેસાઈ, શ્રી લખમણભાઈ દેસાઈ, સંઘના તમામ ડિરેક્ટરશ્રીઓ, વિવિધ સહકારી મંડળીના પ્રતિનિધિઓ, વેપારી મિત્રો અને બહોળી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.અંતમાં સંઘના પ્રમુખશ્રી દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *