વડગામ તાલુકાના પાંચડા ખાતે *સેવા અને સમર્પણનો સંકલ્પ* અંતર્ગત “આંગણ ઉત્સવ” કાર્યક્રમ યોજાયો.

આદરણીય વડાપ્રધાનશ્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ ઉજવણી “સેવા સંકલ્પ અભિયાન” નિમિત્તે વડગામ તાલુકાના પાંચડા ગામે આંગણવાડી ખાતે “આંગણ ઉત્સવ” ની દીપ પ્રાગટ્ય કરી ઉજવણી કરવામાં આવી. “વિકસિત ભારત 2047 – જન સેવા અભિયાન અંતર્ગત આંગણ મિલન સેવા કાર્યક્રમ”માં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આંગણવાડીના ભુલકાઓને માતૃ શક્તિ વગેરે પોષણયુક્ત ફૂડ પેકેટો, સુખડી, રમકડાં ગિફ્ટ અને ફળ આહાર આપવામાં આવ્યો હતો અને બાળકોના પોષણ, શિક્ષણ, સર્વાંગી વિકાસ અને મહિલા સશક્તિકરણ ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું અને સેવા દિવસ ઉજવણી કરવામાં આવી અને બેનર પર બાળકને આપો પૌષ્ટિક આહાર, બાળક જ દેશનો આધારનો સંદેશ આપવામાં આવ્યો હતો અને
આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપાના બક્ષીપંચ મોરચા પ્રદેશ આમંત્રિત કારોબારી સદસ્ય શ્રી મુકેશભાઈ દરજી, બનાસકાંઠા જીલ્લા ભાજપા મંત્રી અને ડીસા શહેર ભાજપા પ્રભારી શ્રીમતી બબીબેન ચૌધરી, વડગામ તાલુકા ભાજપા બક્ષીપંચ મોરચા કારોબારી સદસ્ય શ્રી જગતસિંહજી રાજપૂત, વડગામ તાલુકા ભાજપા આગેવાન શ્રી રાજુજી મેઘાજી ઠાકોર, ભાજપા અગ્રણી શ્રી ધૂળાજી ઠાકોર, સરપંચ શ્રીમતી સીતાબેન મુકેશજી ઠાકોર, પાંચડા દૂધ મંડળી વાઇસ ચેરમેન શ્રી રામાજી ઠાકોર, ભાજપા અગ્રણી શ્રી ચેલાજી ઠાકોર, વડગામ તાલુકા પંચાયત ICDS આંકડા મદદનીશ શ્રી ચેતનભાઈ વ્યાસ, તલાટી શ્રીમતી ચંદ્રિકાબેન રાજપૂત, પૂર્વ સરપંચ શ્રી જયેશભાઇ ચૌધરી, શ્રી માનસંગજી ઠાકોર, શ્રીમતી મધુબેન ઠાકોર, શ્રી ભીખાભાઇ પટેલ, ડાહયાજી ઠાકોર, આશા વર્કર બહેનો, સગર્ભા બહેનો, ધાત્રી બહેનો, ભુલકાઓ માતાઓ બહેનો વડીલો વગેરે ઉપસ્થિત રહયા હતા.

આ કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત આંગણવાડી કાર્યકર બહેને કર્યું હતું.પ્રાસંગિક ઉદબોધન પ્રદેશ ભાજપા અગ્રણી શ્રી મુકેશભાઈ દરજી, જિલ્લા ભાજપા મંત્રી શ્રીમતી બબીબેન ચૌધરી અને તાલુકા ભાજપા અગ્રણી શ્રી જગતસિંહ રાજપુતે કર્યું હતું.કાર્યક્રમનું સફળ સંચાલન આંગણવાડી કાર્યકર વૈશાલીબેન વાણીયા એ કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *